TMCની પ્રચંડ જીત બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો મમતા બેનર્જીનો 1980ના દશકનો ફોટો

મમતા બેનર્જીની પ્રચંડ જીત બાદ સોશિયલ મીડિયા પર તેમનો 80ના દશકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ભાજપ તેમજ અન્ય વિપક્ષી દળોને ધૂળ ચટાવીને પ્રચંડ મતોથી ઐતિહાસિક જીત મેળવી છે. ટીએમસીને વિધાનસભાની 292 સીટોમાંથી 214 સીટો મળી છે જ્યારે સૌથી મોટા હરીફ ભાજપને માત્ર 76 સીટો પર સમેટાવુ પડ્યુ. આ જીત સાથે મમતા બેનર્જી સતત ત્રીજી વાર પશ્ચિમ બંગાળની સત્તા સંભાળવા જઈ રહ્યા છે.

mamata

આ જીત માટે તેમને પક્ષ-વિપક્ષના ઘણા મોટા નેતાઓના અભિનંદન સંદેશ મળી રહ્યા છે. જો કે એમાં કોઈ બેમત નથી કે કોરોના વાયરસ ઉપરાંત ભાજપને મળી રહેલા પડકારો સાથે મમતા બેનર્જી માટે આ વખતની ચૂંટણી સૌથી મુશ્કેલ ચૂંટણી રહી. ભાજપથી મળી રહેલ આકરી ટક્કર સામે મમતા સામી છાતીએ ઉભા રહ્યા અને આ ભારે જીત સાથે તેમણે બતાવી દીધુ કે બંગાળમાં માત્ર અને માત્ર દીદીગિરી ચાલે છે.

પોતાની જીત બાદ પહેલી વાર જનતા સામે આવીને તેમણે કહ્યુ કે આ જીત બંગાળની નહિ પરંતુ આખા ભારતની જીત છે. મમતાની જીત પર એક 'ઈન્ડિયન હિસ્ટ્રી પિક્સ' નામના ટ્વિટર અકાઉન્ટે મમતા બેનર્જીનો 1980નો ફોટો શેર કર્યો જે જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ ફોટા પર તેમના ફેન્સે વિવિધ પ્રકારની કમેન્ટ કરી છે. કોઈને તેમને લેડી બૉસ ગણાવ્યા તે કોઈએ મમતા બેનર્જીને તેમની ભારે જીત માટે અભિનંદન આપ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X