જજને હટાવવાની માંગ કરવા બદલ મમતા બેનરજીને 5 લાખનો દંડ
એક કેસમાંથી ન્યાયાધીશને હટાવવાની માંગને લઈને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટે 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મમતા બેનરજીએ કેસમાંથી કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ કૌશિકચંદને હટાવવાની માંગ કરી હતી.
એક કેસમાંથી ન્યાયાધીશને હટાવવાની માંગને લઈને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટે 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મમતા બેનરજીએ કેસમાંથી કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ કૌશિકચંદને હટાવવાની માંગ કરી હતી. મમતા બેનર્જીએ ન્યાયાધીશ કૌશિક ચંદ પર ભાજપ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. જસ્ટિસ કૌશિક ચંદે ખુદ જ મમતા બેનરજીની અરજીને નકારી હતી. બીજી તરફ જસ્ટિસ કૌશિક ચંદે પોતે આ મામલે વધુ સુનાવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે અને ખુદને આ પીઠથી અલગ કર્યા છે.

સમગ્ર હકીકત મુજબ મમતા બેનર્જીએ નંદિગ્રામ વિધાનસભા બેઠક પર થયેલી હારને કોલકાતા હાઈકોર્ટમાં પડકારી છે. કૌશિકચંદની ખંડપીઠ દ્વારા આ કેસની સુનાવણી ચાલી રહી છે. મમતા બેનર્જીએ કૌશિક ચંદના ભાજપ સાથે સબંધ હોવાનો આરોપ લગાવી માંગ કરી હતી કે કૌશિક ચંદને આ કેસથી અલગ કરવામાં આવે. જેને લઈને હાઈકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો છે. બીજી તરફ જસ્ટિસ કૌશિક ચંદે વિશેષાધિકારનો ઉપયોગ કરી પોતાને સૂનાવણી અલગ કર્યા છે.












Click it and Unblock the Notifications
