Maharashtra Political Crisis : આજે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે, બળવાખોર MLA પરત ફર્યા
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, આ દરમિયાન શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરત, ત્યારબાદ ગુવાહાટી અને ગોવામાં રોકાઇને હવે આખરે મુંબઈ પરત ફર્યા છે.
Maharashtra Political Crisis : મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, આ દરમિયાન શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરત, ત્યારબાદ ગુવાહાટી અને ગોવામાં રોકાઇને હવે આખરે મુંબઈ પરત ફર્યા છે. આ તમામ બળવાખોર ધારાસભ્યો શનિવારના રોજ મુંબઈ પહોંચ્યા હતા.

ગયા વર્ષથી ગૃહમાં સ્પીકરનું પદ ખાલી છે
મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે, જે દરમિયાન વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે અનેનવી સરકારનો ફ્લોર ટેસ્ટ યોજાશે.
NCPના વડા શરદ પવારે દાવો કર્યો છે કે, નરહરિ જીરવાલ હજૂ પણ ડેપ્યુટી સ્પીકરની ભૂમિકા ભજવીશકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષથી ગૃહમાં સ્પીકરનું પદ ખાલી છે.

શિંદેને 50 ધારાસભ્યોનું સમર્થન
આ પહેલા શનિવારના રોજ પહેલીવાર ભાજપમાંથી ધારાસભ્ય બનેલા રાહુલ નાર્વેકરે પણ ઉમેદવારી નોંધાવી છે. એકનાથ શિંદેની સરકારનોફ્લોર ટેસ્ટ 4 જુલાઈના રોજ છે.
એવો દાવો કરવામાં આવે છે કે, શિંદેને 50 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાંથી 39 શિવસેના ધારાસભ્યો છે
જ્યારે 11 ધારાસભ્યો અપક્ષ છે.

મુંબઈમાં આજે સુરક્ષા વધારી દેવામાં આવી
ઉલ્લેખનીય છે કે, આ તમામ બળવાખોર ધારાસભ્યો ગોવાના ડોના પૌલા સ્થિત હોટલમાં રોકાયા હતા. મુંબઈ પહોંચ્યા બાદ આ ધારાસભ્યોહોટલમાં રોકાયા છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુંબઈમાં આજે સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો અહેવાલો પર વિશ્વાસકરવામાં આવે તો શિવસેનાના કાર્યકરો રસ્તા પર ઉતરી શકે છે.

ભારતીય જનતા પાર્ટી પાસે 105 ધારાસભ્યો
ટીમ શિંદે વિશે વાત કરતાં તેઓ દાવો કરે છે કે, તેમની પાસે શિવસેનાના 38 ધારાસભ્યો, 9 અપક્ષ ધારાસભ્યો અને અન્ય બે પક્ષોનાધારાસભ્યો છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી પાસે 105 ધારાસભ્યો છે. તેથી શિંદે સરકાર પાસે અગાઉનો બહુમતીનો આંકડો છે.

ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જાહેર કરાયો
રાહુલ નાર્વેકર મુંબઈના કોલાબાથી ભાજપના નવા ધારાસભ્ય બન્યા છે, તેમને પાર્ટી દ્વારા સ્પીકર પદ માટે પ્રમોટ કરવામાં આવ્યા છે.તેમની સામે મહાગઠબંધને રાજન સાલ્વીને મેદાનમાં ઉતાર્યા છે. ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
