Maharashtra Elections 2024 : મહારાષ્ટ્રમાં બહુ જલ્દી ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે?
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા ગમે ત્યારે કરવામાં આવી શકે છે.

રાજ્યમાં ચૂંટણીના આયોજન માટે ઈલેક્શન કમિશને તૈયારીઓ તેજ કરી છે. આ ક્રમમાં મુખ્ય ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર 14 સભ્યોની ટીમ સાથે મુંબઈના પ્રવાસે પહોંચ્યા છે. અહીં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તૈયારીઓની સમીક્ષા કરી.
મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બીજેપી, કોંગ્રેસ અને શિવસેના સહિતના મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO), પોલીસ અધિક્ષક, મ્યુનિસિપલ કમિશનર, વિભાગીય કમિશનર અને અન્ય વરિષ્ઠ રાજ્ય અધિકારીઓ સાથે આયોજન બાબતે ચર્ચા કરી.
બેઠક વિશે વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા અમે અને અમારી ટીમે રાજકીય પક્ષો અને હિતધારકો સાથે બેઠક યોજી. તેમણે કહ્યું કે મને આશા છે કે મહારાષ્ટ્રના લોકો લોકશાહીના આ તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે. લોકશાહીમાં દરેકની ભાગીદારી જરૂરી છે.
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે, તે પહેલાં ચૂંટણીઓ પૂર્ણ થઈ જશે. જણાવી દઈએ કે, કાશ્મીર અને હરિયાણા સાથે ચૂંટણી ન યોજવાને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
