Maharashtra Election 2024 : વિનોદ તાવડેએ રાહુલ ગાંધી-ખડગેને 100 કરોડની માનહાનિ નોટીસ મોકલી
Maharashtra Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મત માટે લોકોને રૂપિયા વહેચતા પકડાયેલા વિનોદ તાવડેએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા નેતા વિપક્ષ રાહુલ ગાંધીને નોટી મોકલી છે.
વિનોદ તાવડેની આ નોટીસમાં રાહુલ ગાંધી અને ખડગે સાથે સાથે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતનું નામ પણ સામેલ છે. તાવડેએ 100 કરોડની નોટીસમાં માફી માંગે નહીં તો કાર્યવાહીની તૈયારીની વાત કરી છે.

વિનોદ તાવડેએ કહ્યું કે, આ નેતાઓએ બીજેપી અને મને બદનામ કરવા ખોટા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે મેં મુંબઈની એક હોટલમાં મતદારોને 5 કરોડ રૂપિયા વહેંચ્યા. હું આનાથી ગંભીર રીતે દુઃખી છું. કારણ કે, હું સામાન્ય પરિવારમાંથી આવું છું.
તાવડેએ કહ્યું કે, હું છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં છું પરંતુ મેં ક્યારેય આવું કંઈ કર્યું નથી. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત મને અને મારી પાર્ટીને બદનામ કરવા માંગતા હતા. તે જાણીજોઈને મીડિયા સામે ખોટું બોલ્યા. મેં તેમને કોર્ટ નોટિસ જારી કરી જાહેરમાં માફી માંગવા અથવા કાર્યવાહીનો સામનો કરવા કહ્યું છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં મતદાનના આગલા દિવસે વિનોદ તાવડે પર બહુજન વિકાસ અઘાડીએ 5 કરોડ રૂપિયા બાટવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાના વીડિયો પણ વાયરલ થયા હતા.
આ આક્ષેપોએ ચૂંટણી દરમિયાન મોટો વિવાદ ઉભો કર્યો હતો. હતી. ચૂંટણી પંચે આ ઘટનાની નોંધ લીધી અને આ સંદર્ભમાં એફઆઈઆર નોંધી હતી. કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષી દળોએ આ મુદ્દે મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી ભાજપની ટીકા કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
