Maharashtra Election 2024 : NCP ચૂંટણી ચિહ્ન ઘડીનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, જાણો શરદ પવારે શું માંગ કરી?
Maharashtra Assembly Election 2024 : અજીત પવારે એનસીપી છોડતા સતત ચૂંટણી ચિહ્નનો વિવાદ ચાલી રહ્યો છે. હવે આ મામલે એનસીપી નેતા શરદ પવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
શરદ પવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને માંગ કરી છે કે ઈલેક્શન કમિશન આવનારી ચૂંટણીમાં વિવાદીત ચૂંટણી સિમ્બોલ ઘડિયાળનો ઉપયોગ કરવાની મંજુરી ન આપે.

આ અરજીમાં શરદ પવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઘડિયાળ ચૂંટણી ચિહ્નના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. અરજીમાં અજિત પવારને આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રતિષ્ઠિત ઘડિયાળ ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાથી રોકવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે ઘડિયાળ મતદારોમાં મૂંઝવણ પેદા કરી શકે છે.
આ અરજીમાં કહેવાયુ છે કે મતદારોમાં મૂંઝવણ ટાળવા અજિત પવારે નવા ચૂંટણી ચિહ્ન માટે અરજી કરવી જોઈએ. અરજીમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિષ્પક્ષતા અને સ્પષ્ટતા જાળવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. શરદ પવારનો ઘડિયાળ ચૂંટણી ચિન્હ સાથે 25 વર્ષથી સંબંધ છે.
શરદ પવારની પાર્ટીની માંગ છે કે જ્યાં સુધી ચૂંટણી પંચના પ્રતીક મુદ્દે ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ તેમની અરજી પર સુપ્રીમ કોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી અજિત પવારના જૂથને નવું પ્રતીક ફાળવવું જોઈએ. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 15 ઓક્ટોબરે સુનાવણી કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
