Maharashtra Election 2024 : ભાજપ અને RSS માટે બંધારણ એક કોરી કિતાબ-રાહુલ ગાંધી
Maharashtra Assembly Election 2024 : બંધારણ બદલવાના ઈરાદા સાથે લોકસભા ચૂંટણીમાં ઉતરેલી બીજેપીને હાર બાદ હવે મહારાષ્ટ્રમાં પણ આ મુદ્દો હેરાન કરી રહ્યો છે.
હવે રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં ફરીથી બંધારણનો મુદ્દો બુલંદ કર્યો છે. રાહુલ ગાંધીએ બંધારણનો મુદ્દો ઉઠાવીને બીજેપી અને આરએસએસને આડેહાથ લીધા છે.

રાહુલ ગાંધીએ અમરાવતીમાં ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરતા કહ્યું કે, તે બંધારણને એક કોરી કિતાબ માને છે. કોંગ્રેસ બંધારણને દેશનો ડીએનએ માને છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, બંધારણમાં ક્યાંય એવું નથી લખ્યું કે ધારાસભ્યોના ખરીદ-વેચાણ દ્વારા સરકારો પાડી શકાય છે. તેમાં એવું પણ નથી લખ્યું કે મોટા ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી શકાય.
રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર અનામત મુદ્દે જૂઠ ફેલાવવાનો અને બંધારણનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, મેં લોકસભામાં પીએમની સામે કહ્યું હતું કે આપણે અનામત પરની 50 ટકાની મર્યાદા હટાવવી જોઈએ અને જાતિની વસ્તી ગણતરી કરવી જોઈએ. તેમ છત્તા પીએમ જૂઠું બોલે છે અને કહે છે કે હું અનામત અને બંધારણની વિરુદ્ધ છું.
રાહુલ ગાંધીએ ચંદ્રપુર જિલ્લાના ચિમૂરમાં અન્ય એક રેલીને સંબોધતા કહ્યું કે, મને બંધારણ વિરોધી તરીકે ખોટી રીતે ચિત્રિત કરી રહ્યા છે. દેશના નિર્માણમાં યોગદાન આપનાર રાષ્ટ્રીય પ્રતીકોના સંઘર્ષ અને બલિદાનની યાદ અપાવવા તે તેમની ચૂંટણી રેલીઓમાં બંધારણ પ્રદર્શિત કરે છે.
રાહુલ ગાંધીએ ફરીથી જીએસટી અને નોટબંધીને યાદ કરી અને કહ્યું કે, તે ખેડૂતો અને નાના વેપારીઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ નીતિઓ વધતી બેરોજગારી અને સામાજિક નફરત તરફ દોરી જાય છે. ઉદ્યોગપતિઓએ મોદીને પ્રોત્સાહન આપ્યું પરંતુ તેમણે જણાવ્યું કે લોકોએ તેમને વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે.
રાહુલ ગાંધીએ, ભાજપ પર દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો પ્રત્યેના સમર્થનને કારણે તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રયાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ સમુદાયો 90% વસ્તી ધરાવે છે, પરંતુ તેમની પાસે નિર્ણય લેવાની ઓછી શક્તિ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
