Maharashtra Election 2024 : ગદ્દાર નેતાઓને લઈને કોંગ્રેસ સખ્ત, અમરાવતિ MLA સુલભા ખોડકેની હકાલપટ્ટી કરી
Maharashtra Assembly Election 2024 : હરિયાણા ચૂંટણી હાર્યા બાદ આમ આદમી પાર્ટી આકરા પાણીએ જોવા મળી છે. લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હવે ગદ્દાર નેતાઓને બક્ષવાના મૂડમાં નથી.
આ વાતનો મેસેજ કોંગ્રેસે મહારાષ્ટ્રમાં આપ્યો છે. અહીં પાર્ટીએ ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ ગદ્દારો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

કોંગ્રેસે દશેરાના દિવસે મોટું પગલું ભર્યું છે અને મોટો મેસેજ આપતા મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અમરાવતીના ધારાસભ્ય સુલભા ખોડકેને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
તેમના પર આ કાર્યવાહી પક્ષના હિતોની વિરુદ્ધ ગણવામાં આવતી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીને કારણે કાર્યવાહી કરવામાં આવી છે.
Maharashtra Pradesh Congress has expelled Amravati MLA Sulabha Khodke from the party for six years due to anti-party activities. pic.twitter.com/p3lUIbWEYk
— ANI (@ANI) October 12, 2024
ચૂંટણી પહેલા પક્ષમાં શિસ્ત અને એકતા જળવાઈ રહે તે માટે પાર્ટી કડક વલણ અપનાવીને નિર્ણય લઈ રહી છે. આ પગલાને પક્ષના તમામ સભ્યો માટે સ્પષ્ટ સંદેશ તરીકે જોવામાં આવે છે. મેસેજ સાફ છે કે અનુશાસનહીનતા અને પક્ષની છબી ખરાબ કરતા કૃત્યો સાંખી લેવામાં આવશે નહીં.












Click it and Unblock the Notifications
