મહારાષ્ટ્ર કોગ્રેસે બીજેપી સાથે ગઠબંધન કરનારા 12 કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા
મહારાષ્ટ્ર કોંગ્રેસે અંબરનાથ નગર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન કરવા બદલ તેના 12 કાઉન્સિલરોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે બ્લોક કોંગ્રેસ કારોબારીને પણ બરતરફ કરવામાં આવી છે. આ ગઠબંધન અંબરનાથ વિકાસ આઘાડી નામે ઓળખાય છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હર્ષ વર્ધન સપકલે ભાજપ સાથે કોઈપણ સ્તરે જોડાણને અસ્વીકાર્ય ગણાવ્યું છે. મુંબઈથી 70 કિલોમીટર દૂર આવેલા અંબરનાથમાં ભાજપે શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને મ્યુનિસિપલ કાઉન્સિલમાં સત્તાથી દૂર રાખવા કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે, જે સાંસદ શ્રીકાંત શિંદેનો ગઢ છે.
તાજેતરની 60 બેઠકોની નગર પરિષદ ચૂંટણીમાં શિવસેનાને 27, ભાજપને 14, કોંગ્રેસને 12, NCPને 4 અને અપક્ષોને 2 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપનો મેયર ચૂંટાયો હતો.
ભાજપ-કોંગ્રેસ ગઠબંધનથી શિવસેના (શિંદે જૂથ) માં ભારે નારાજગી ફેલાઈ છે. ધારાસભ્ય ડૉ. બાલાજી કિનિકરે ભાજપ પર પ્રહાર કરતા તેને અભદ્ર ગઠબંધન ગણાવ્યું. તેમણે કહ્યું, કોંગ્રેસ મુક્ત ભારતની હિમાયત કરનાર પક્ષ હવે કોંગ્રેસ સાથે મળીને શિવસેના પર હુમલો કરી રહ્યો છે.
બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે કડક વલણ અપનાવી કોંગ્રેસ સાથેનું ગઠબંધન અસ્વીકાર્ય ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્થાનિક સ્તરે લેવાયેલા આ નિર્ણયને સુધારવામાં આવશે અને કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં થાય.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
