Maharashtra Cabinet : મહારાષ્ટ્ર સરકારમા ઘણા નવા ચહેરાઓને મળી શકે છે મોકો, જાણો લિસ્ટમાં કોના કોના નામ?
Maharashtra New Ministers list : મહારાષ્ટ્રમાં લાંબી અટકળો બાદ આખરે નવી સરકાર બનવાનો રસ્તો ખુલ્યો છે. 5 ડિસેમ્બરે સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે નવી કેબિનેટ શપથ લેશે.
સમાચારો અનુસાર, આ વખતે મહારાષ્ટ્ર સરકારની નવી કેબિનેટમાં ઘણા નવા ચહેરા જોવા મળી શકે છે. મંત્રી બનનારા ધારાસભ્યોના નામ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યા છે.

અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં ડૉ. વિજયકુમાર ગાવિત, ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર અને સુરેશ ખાડેને બીજી તક મળે તેવી શક્યતા ઓછી છે. તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક અપાઈ શકે છે.
આ સિવા. દેવેન્દ્ર ફનણવીસ અને એકનાથ શિંદેના નજીકના ઘણા મંત્રીઓને ફરી કેબિનેટમાં સ્થાન અપાઈ શકે છે. આ સંભવિત મંત્રીઓની યાદીમાં ગિરીશ મહાજન, રવિન્દ્ર ચવ્હાણ, મંગલપ્રભાત લોઢા, રાધાકૃષ્ણ વિખે પાટીલ, અતુલ સાવે જેવા નામ સામેલ છે.
જમાવી દઈએ કે, 4 ડિસેમ્બરે ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નામ નક્કી થયા બાદ 5 ડિસેમ્બરે સાંજે 5.30 કલાકે યોજાનાર મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
મુંબઈના આઝાદ મેદાનમાં પોલીસ અને વહીવટી અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે અને તૈયારીઓની સમીક્ષા કરી છે. શપથ ગ્રહણ સમારોહને કારણે આઝાદ મેદાનની આસપાસની ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, મહાયુતિ સરકારમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે અજીત પવાર અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બનશે. આ સિવાય ક્વોટા પ્રમાણે મંત્રીપદ ફાળવવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
