Maharashtra Assembly Elections 2024: શું મહારાષ્ટ્રને મળી શકે છે પહેલી મહિલા મુખ્યમંત્રી? જાણો સમિકરણ
Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે થઈ શકે છે. આ વચ્ચે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં સત્તા પર મહાયુતિ ગઠબંધન છે. જ્યારે મુખ્ય વિપક્ષમાં મહા વિકાસ આઘાડી ગઠબંધન છે. આ બંને ગઠબંધન બેઠકોની વહેંચણીને લઈને બેઠકો યોજી રહી છે. આ બંને ગઠબંધનમાં મુખ્યમંત્રી પદ માટે વિવિધ પક્ષોના નેતાઓ વચ્ચે હોડ જામી છે.
આ વચ્ચે હવે મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ રાજ્યને પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળી શકે છે, એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ વર્ષા ગાયકવાડે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જે બાદ શું આ વખતે મહારાષ્ટ્રને પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળશે? સવાલે જોર પકડ્યું છે.
નોંધનીય છે કે, કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં કોઈ મહિલા રાજ્યનું નેતૃત્વ કરતી જોવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર માટે મહિલા મુખ્યમંત્રીની ઈચ્છા વ્યક્ત કરતા વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર એક પ્રગતિશીલ રાજ્ય છે, છતાં અહીં કોઈ મહિલા મુખ્યમંત્રી બની નથી.

વર્ષા ગાયકવાડે સવાલ ઉઠાવ્યો કે, જો દિલ્હી, બંગાળ, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મહિલાઓ મુખ્યમંત્રી બની છે, તો મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં આજ સુધી કોઈ મહિલાને આ જવાબદારી કેમ નથી મળી?
કોંગ્રેસ સાંસદના આ નિવેદનથી મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 64 નેતાઓ મુખ્યમંત્રી બની ચૂક્યા છે, જેમાંથી એક પણ મહિલાનું નામ સામેલ નથી.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં છ રાજકીય પક્ષોને મહારાષ્ટ્રમાં શાસન કરવાનો મોકો મળ્યો છે, પરંતુ આમાંથી કોઈપણ પક્ષે કોઈ મહિલાને મુખ્યમંત્રી બનવાની તક આપી નથી.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે મહારાષ્ટ્રમાં મહિલા મુખ્યમંત્રીની માંગ ઉઠી હોય. આ પહેલા 1994માં મહિલા મુખ્યમંત્રીની માંગ ઉઠી હતી.
તે સમયે શરદ પવારની આગેવાની હેઠળની કોંગ્રેસ પંચાયત અને નાગરિક ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી નક્કી કરવા માટે કાયદો લાવી હતી અને 2018માં પણ રાજ્યમાં મહિલા મુખ્યમંત્રીની માંગ ઉઠી હતી, પરંતુ કોઈપણ પક્ષે તેને મહત્વ આપ્યું ન હતું.
આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે, શું કારણ છે કે મહારાષ્ટ્રના રાજકીય પક્ષોએ અત્યાર સુધી એકપણ મહિલાને તક મળી નથી. આ મુદ્દે પક્ષો બેકફૂટ પર કેમ ગયા?
આનો જવાબ એ છે કે, ચારેય પક્ષો ભાજપ, શિવસેના, એનસીપી અને કોંગ્રેસમાં એક પુરુષ ચહેરો હંમેશા મુખ્યમંત્રી પદ માટે પ્રબળ દાવેદાર રહ્યો છે.
મુખ્યમંત્રી પદ માટે કોઈ મહિલા પ્રબળ દાવેદાર રહી નથી. કોઈપણ પક્ષમાં મુખ્યમંત્રી પદ માટે મહિલા ચહેરાનો અભાવ હતો.
જોકે, હવે કોંગ્રેસ સાંસદ દ્વારા મહિલા મુખ્યમંત્રીની હિમાયત બાદ સંભવિત મહિલા મુખ્યમંત્રી ઉમેદવારોને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.
જેમાં એનસીપીના સુપ્રિયા સુલે અને શિવસેનાના યુબીટીના રશ્મિ ઠાકરે મુખ્યમંત્રી પદના સંભવિત ઉમેદવારો સામે આવે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોને લઈને મહા વિકાસ અઘાડી ગઠબંઘનના આંતરિક સર્વેના આધારે આ કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી કરતા સહેજ આગળ રહેલી કોંગ્રેસ અને એનસીપી તરફ અનુકૂળ ઝોક જોવા મળી રહ્યો છે.
જોકે, સુપ્રિયા સુલેનો તેમના પોતાના પક્ષમાં અને રાષ્ટ્રીય મંચ પર નોંધપાત્ર પ્રભાવ તેમને મુખ્યમંત્રીની ભૂમિકા માટે મજબૂત દાવેદાર તરીકે જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા 30 ઓગસ્ટના રોજ સુધારેલી મતદારોની અંતિમ યાદી અનુસાર મહારાષ્ટ્રમાં કુલ 9.53 કરોડ મતદારો છે.
મહારાષ્ટ્રમાં 4.9 કરોડ પુરુષ મતદારો છે, જ્યારે 4.6 કરોડ મહિલા મતદારો છે. એટલે કે પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે. ગત વખતની સરખામણીએ મહિલા મતદારોની સંખ્યામાં 10નો વધારો થયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
