કોંગ્રેસના આ સાંસદે સોનિયા ગાંધીને પત્ર લખી શિવસેનાને સમર્થન આપવાની વાત કહી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ હુસેન દલવઈએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખે કહ્યુ કે શિવસેના તરફથી સરકાર બનાવવા માટે સમર્થન માંગવામાં આવે તો આપવુ જોઈએ.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા પછી નવ દિવસ વીતી ચૂક્યા છે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે સરકાર કોની બનશે અને કેવી રીતે બનશે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ હુસેન દલવઈએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખે કહ્યુ કે શિવસેના તરફથી સરકાર બનાવવા માટે સમર્થન માંગવામાં આવે તો આપવુ જોઈએ. ભાજપ અને શિવસેનામાં ફરક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વરિષ્ઠ કોંગ્રેસી નેતાના આ પત્ર બાદ કોંગ્રેસ પણ સરકાર બનાવવાના આ ખેલમાં મેદાનમાં ઉતરી શકે છે. વળી, બીજી તરફ દલવઈના આ પત્રનુ શિવસેનાએ સ્વાગત કર્યુ છે.

sonia gandhi

કોંગ્રેસ સાંસદે કહ્યુ કે જ્યાં મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપમાં સરકાર રચવા પર સંમતિ નથી બનાવી શકતી. એવામાં કોંગ્રેસ, લઘુમતી સમાજના લોકો ગઠબંધનમાં અમારી સહયોગી એનસીપી અને શિવસેના સાથે મળીને સરકાર બનાવે. તેમણે કહ્યુ કે આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખર્જીની ચૂંટણી દરમિયાન પણ શિવસેનાએ અમારો સાથે આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે સરકાર બનાવવા માટે મચેલી રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપ અને શિવસેના બંને પક્ષ ઝૂકવા માટે તૈયાર નથી થઈ રહ્યા. બંને પક્ષો સરકાર બનાવવાના દરેક રસ્તાને શોધવાની કોશિશમાં લાગેલા છે. અહીં સુધી કે શિવસેનાએ તો કોંગ્રેસ અને એનસીપી પાસેથી સમર્થન લેવા સુધીના સંકેત આપ્યા છે. જો કે કોંગ્રેસ અને એનસીપીએ હાલમાં વિપક્ષમાં જ બેસવાનો નિર્ણય લીધો છે પરંતુ હજુ પણ રાજનીતિ શમી નથી.

શિવસેનાને સમર્થન આપવાના મુદ્દે કોંગ્રેસ નેતાઓનુ અલગ અલગ મંતવ્ય છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ શુક્રવારે કહ્યુ કે કોંગ્રેસ સરકાર બનાવવા નથી જઈ રહી. શિંદેએ કહ્યુ, હું એ સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છુ કે કોંગ્રેસ એક સેક્યુલર પાર્ટી છે. કોંગ્રેસ ક્યારેય પણ ધર્મ કે જાતિના વિચારો પર ચાલી પાર્ટીઓને સમર્થન નહિ આપે. જનતાએ અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે. અમે તેનુ પાલન કરીશુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X