મુશ્કેલીમાં મૂકાઈ મહાવિકાસ અઘાડી, શરદ પવારની NCPના નેતાઓએ આપ્યું સામુહિક રાજીનામુ
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો થોડા દિવસોમાં જાહેર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરવામાં જોડાઈ ગયા છે.
આ વચ્ચે મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વિપક્ષમાં રહેલી મહાવિકાસ અઘાડીની મુશ્કેલીમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ જૂથની શિવસેના ગઠબંધનમાં છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 પહેલા શરદ પવારની NCP (SP)ને મોટો ઝટકો લાગ્યો છે.
શરદ પવારની એનસીપીના ઘણા નારાજ અધિકારીઓએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. અમરાવતી જિલ્લા પ્રમુખ પ્રદીપ રાઉતના રાજીનામાથી અધિકારીઓમાં બળવો શરૂ થયો હોવાના અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદીપ રાઉતને જિલ્લા અધ્યક્ષ પદેથી હટાવીને પ્રદેશ સંગઠન સચિવની નવી ભૂમિકા આપવામાં આવી હતી.
આ અંગે નારાજગી વ્યક્ત કરતા પ્રદીપ રાઉતે જણાવ્યું હતું કે, મને વિશ્વાસમાં લીધા વિના જ મને જિલ્લા પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન શરદ પવાર જૂથના અમરાવતીના NCP જિલ્લા અધ્યક્ષ પ્રદીપ રાઉતને અમરાવતી અને વર્ધા બંને લોકસભા સીટ પર મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી.
બંને વિસ્તારોમાં મહાવિકાસ અઘાડીના સાંસદો ચૂંટાયા હતા. આમ છતાં પ્રદીપ રાઉતને પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છે, જેના કારણે અમરાવતીમાં પાર્ટીના ઘણા અધિકારીઓ અને નેતાઓએ બળવો શરૂ કરી દીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
