મહારાષ્ટ્રઃ પૂણેમાં ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 9 લોકોના મોત
મહારાષ્ટ્રના પૂણેમાં મોડી રાતે એક ગોઝારો અકસ્માત થઈ ગયો.પૂણે-સોલાપુર નેશનલ હાઈવે પર એક ટ્રક સાથે ટક્કર થતા કારમાં બેઠેલા 9 લોકોના મોત નીપજ્યા છે.
મહારાષ્ટ્રના પૂણેમાં મોડી રાતે એક ગોઝારો અકસ્માત થઈ ગયો. અહીંના કદમવાક વસ્તી ગામ પાસે પૂણે-સોલાપુર નેશનલ હાઈવે પર એક ટ્રક સાથે ટક્કર થતા કારમાં બેઠેલા 9 લોકોના મોત નીપજ્યા છે. ટ્રક અને કારની ટક્કર એટલી ભીષણ હતી કે 9 લોકોના સ્થળ પર મોત થઈ ગયા હતા. બધા મૃતક પૂણેના યાવત ગામના નિવાસી હતા. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ આ દૂર્ઘટનામા કારના ફૂરચેફૂરચા ઉડી ગયા. સૂચના મળતા જ સ્થળ પર પહોંચેલા રાહત અને બચાવ દળના લોકોએ ખૂબ મુશ્કેલીથી મૃતદેહોના બહાર કાઢ્યા.

સૂચના મુજબ દૂર્ઘટનાનો શિકાર થયેલ બધા લોકો પૂણેના યાવત ગામ જઈ રહ્યા હતા પરંતુ પહોંચતા પહેલા તેમની કાર દૂર્ઘટનાનો શિકાર થઈ ગઈ. માહિતી મુજબ કાર ડ્રાઈવર પોતાનુ નિયંત્રણ ગુમાવી બેઠો અનાર કડિવાઈડર તોડીને સામે આવી રહેલી ટ્રક સાથે ટકરાઈ ગઈ. મૃતક છાત્રોના નામ અક્ષય ભારત વાઈકર, વિશાલ સુભાષ યાદવ, નિખિલ ચંદ્રકાંત વાબળે, સોનૂ ઉર્ફે નૂર મહંમદ અબ્બાસ દાયા, પરવેઝ અશફાક અત્તાર, શુભમ રામદાસ ભિસે, અક્ષય ચંદ્રકાંત ધિગે, દત્તા ગણેશ યાદવ અને ઝુબેર અજિજ.
Maharashtra: 9 people, in a car, died in a collision with a truck on Pune-Solapur highway near Kadamwak Wasti village in Pune, late last night. All the deceased were residents of Yavat village of Pune. pic.twitter.com/CVihgprc92
— ANI (@ANI) 19 July 2019
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
