MAHA TET 2021: આજે MAHA TET ના એડમિટ કાર્ડ જારી થશે, આ રીતે ડાઉનલોડ કરો!
મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (MAHA TET) 2021 એડમિટ કાર્ડ આજે જારી કરવામાં આવશે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે તે સત્તાવાર વેબસાઇટ mahatet.in પરથી તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.
મુંબઈ, 14 ઓક્ટોબર : મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (MAHA TET) 2021 એડમિટ કાર્ડ આજે જારી કરવામાં આવશે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે તે સત્તાવાર વેબસાઇટ mahatet.in પરથી તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. આ પરીક્ષા 30 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે. પ્રથમ પેપર સવારે 10.30 થી બપોરે 1 વાગ્યા સુધી જ્યારે બીજુ પેપર બપોરે 2 થી 4.30 દરમિયાન લેવામાં આવશે. અગાઉ MAHA TET 2021 ની તારીખ 10 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી.

MAHA TET 2021 નું એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
1. સત્તાવાર વેબસાઇટ mahatet.in ની મુલાકાત લો.
2. હોમપેજ પર એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.
3. તમારી લોગિન વિગતો ભરીને સબમિટ કરો.
4. તે પછી તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો.
5. તેની પ્રિન્ટ આઉટ લો અને તેને ભવિષ્ય માટે શેવ કરો.
જણાવી દઈકે કે પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષાની તારીખની સંપૂર્ણ માહિતી એડમિટ કાર્ડ પર આપવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રમાં જતી વખતે તેને લઈ જવું જરૂરી રહેશે, અન્યથા તમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં ભણાવવા માટે ઉમેદવારોની પાત્રતાને પ્રમાણિત કરવા માટે MAHA TET પરીક્ષા લેવામાં આવે છે. પ્રથમ પેપર હેઠળ વર્ગ 1 થી વર્ગ 5 સુધી ભણાવવા માટે ક્ષમતા માપવામાં આવે છે, જ્યારે બીજા પેપરમાં 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાની ક્ષમતા માપવામાં આવે છે. સમયસર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને કોઇપણ ભૂલ હોય તો વિભાગનો સંપર્ક કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
