Maha kumbh stampede 2025 : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે CM યોગીના રાજીનામાની માંગ કરી
Maha kumbh stampede 2025 : બદ્રીનાથ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગની ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે આ ઘટનાને 18 કલાક સુધી છુપાવી રાખવામાં આવી અને હજુ સુધી મૃત્યુના ચોક્કસ આંકડા જાહેર કરાયા નથી.

Avimukteswarananda on the Maha Kumbh stampede : 100 કરોડની વ્યવસ્થા છતાં 40 કરોડમાં અરાજકતા કેમ?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સરકારના દાવાઓ પર પ્રશ્ન ઉઠાવ્યો. મહાકુંભ પહેલા સરકારએ 100 કરોડ લોકો માટેની વ્યવસ્થા હોવાનો દાવો કર્યો હતો, જ્યારે મૌની અમાવસ્યાના દિવસે માત્ર 40 કરોડ લોકોની હાજરી હોવા છતાં પણ વ્યવસ્થાની નિષ્ફળતા કેમ સર્જાઈ?
18 કલાક સુધી મોટી ઘટનાને છુપાવવાની નારાજગી
શંકરાચાર્યે આક્ષેપ કર્યો કે, આટલી મોટી ઘટનાને 18 કલાક સુધી છુપાવવામાં આવી. મૃતકોની સંખ્યા અંગે સત્તાવાર માહિતી ન આપવામાં આવી રહી હોવાની પણ તેમણે ટીકા કરી.
CM યોગી સંત નથી, રાજીનામું આપે
શંકરાચાર્યે જણાવ્યું કે સીએમ યોગી સંત નથી, કારણ કે સંતો સત્ય છુપાવતા નથી. જો તેઓ ખરેખર સંત હોત તો આટલી મોટી દુર્ઘટનાને જાહેર કરીને જવાબદારી સ્વીકારી હોત. તેમણે માંગ કરી કે સીએમ યોગીએ પદ પરથી રાજીનામું આપવું જોઈએ અને કોઈ સક્ષમ નેતાને સીએમ બનાવવો જોઈએ.
6 સ્થળોએ નાસભાગ અને મોતના સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે
શંકરાચાર્યના જણાવ્યા અનુસાર, નાસભાગ એક-બે નહીં પરંતુ છ અલગ-અલગ સ્થળોએ સર્જાઈ. સત્તાવાર રીતે 30 લોકોના મૃત્યુની માહિતી આપવામાં આવી છે પરંતુ વાસ્તવમાં 49 લોકોના મોતની માહિતી સામે આવી છે.
સરકાર સીસીટીવી ફૂટેજ જાહેર કરે
શંકરાચાર્યએ માંગ કરી કે મહાકુંભમાં થયેલી નાસભાગની સત્ય ઘટના જાહેર કરવા માટે સરકાર સીસીટીવી ફૂટેજ રિલીઝ કરે. આ ઘટનાને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે અને સીએમ યોગીના રાજીનામાની માંગ વધતી જઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
