Maha Kumbh Fire : મહા કુંભ મેળામાં ટેન્ટમાં આગ લાગી, સીએમ યોગી ઘટના સ્થળે પહોંચ્યા
Maha Kumbh Fire : પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં ટેન્ટમાં આગ લાગી હોવાના અહેવાલ છે. આગને પગલે સીએમ યોગી ઘટનાસ્થળે પહોંચ્યા છે.
અહેવાલો અનુસાર, મહા કુંભ મેળામાં એક તંબુમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગ્યા બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

હાલ આગ પર કાબુ મેળવવા માટે રાહત કાર્ય ચાલી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિના અહેવાલ નથી અને આ ઘટનાને કારણે મેળામાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો.
પોલીસ જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથે આગની ઘટનાની નોંધ લેતા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આગને લઈને એક નિવેદન જારી કરીને કહ્યું કે, અગ્નિશામક ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સૂચના પર વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
મેળામાં લાગેલી આગની ઘટના અંગે માહિતી આપતાં પ્રયાગરાજ ડીએમ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે,સેક્ટર ૧૯માં ગીતા પ્રેસના તંબુમાં સાંજે 4.30 વાગ્યે આગ લાગી હતી. આગ થોડી જ વારમાં નજીકના 10 તંબુઓમાં ફેલાઈ ગઈ. પોલીસ અને વહીવટીતંત્ર ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આગ બુઝાવી દેવામાં આવી છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
મહા કુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું કે, ગીતા પ્રેસના તંબુમાં આગ લાગી હતી. કોઈ જાનહાનિના સમાચાર નથી. આગને કારણે થયેલા નુકસાનનો અંદાજ કાઢવા સર્વે કરવામાં આવી રહ્યો છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફક્ત તંબુઓ અને થોડી વસ્તુઓ બળીને ખાખ થઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
