મધ્ય પ્રદેશઃ 15 ફૂટ ઉંડા બોરવેલમાં પડી 1 વર્ષની બાળકી, શરુ થયુ રેસ્ક્યુ ઑપરેશન
મધ્ય પ્રદેશના છતરપુરમાં ગુરુવારની બપોરે એક વર્ષની બાળકી નજીકના 15 ફૂટ ઉંડા બોરવેલમાં પડવાથી હોબાળો મચી ગયો છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશના છતરપુરમાં ગુરુવારની બપોરે એક વર્ષની બાળકી નજીકના 15 ફૂટ ઉંડા બોરવેલમાં પડવાથી હોબાળો મચી ગયો છે. બાળકીને બહાર કાઢવા માટે ઘટના સ્થળે બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યુ છે. જિલ્લા કલેક્ટર સંદીપ જીઆરે ઘટનાની માહિતી આપીને જણાવ્યુ કે રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. પોલિસ અને પ્રશાસન સાથે સેનાના જવાન ઘટના સ્થળે હાજર છે. બાળકને શ્વાસ લેવા માટે બોરવેલમાં ઑક્સિજન સપ્લાઈ આપવામાં આવી રહી છે.

ઘટના છતરપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 32 કિલોમીટર દૂર નૌગાંવ પોલિસ સ્ટેશન ક્ષેત્રના દોની ગામની છે જ્યાં બપોરે લગભગ 3 વાગે ગ્રામીણ નિવાસી રાકેશ કુશવાહાની બાળકી દિવ્યાંશી પોતાના ખેતરમાં રમતા-રમતા પાસેના જ ખુલ્લા એક બોરવેલમાં પડી ગઈ. લુગાસી પોલિસ સ્ટેશન પ્રભારી અતુલ ઝાના જણાવ્યા મુજબ બાળકી બોરવેલની અંદર લગભગ 15 ફૂટ ઉંડાણમાં ફસાયેલી છે. તેમણે જણાવ્યુ કે બાળકીને બહાર કાઢવા માટે સેના અને સ્થાનિક પોલિસકર્મી રાહત અને બચાવ કાર્ય અભિયાન શરુ કરી ચૂક્યા છે.
અતુલ ઝાએ આગળ કહ્યુ કે બોરવેલ પાસે જ જેસીબીએ એક અન્ય ખાડો ખોદવામાં આવી રહ્યો છે. બાળકીને સુરક્ષિત બહાર કાઢવાની પૂરી કોશિશ કરવામાં આવી રહી છે. બોરવેલમાં ઓક્સિજન સપોર્ટ સાથે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બોરવેલ સૂકો છે, આશા રાખીએ છીએ કે અમે જલ્દી બાળકીને બહાર કાઢીશુ. પરિવારે જણાવ્યુ કે બાળકીના અચાનક ગાયબ થઈ ગયા બાદ જ્યારે તેની શોધ કરવામાં આવી તો બોરવેલની અંદર તેના રોવાનો અવાજ સંભળાયો. પહેલા તો પરિવારના લોકોને બાળકીના બહાર કાઢવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહ્યા બાદ તરત જ ઘટનાની માહિતી સ્થાનિક પોલિસને આપી. વળી, ઘટનાની માહિતી મળતા જ એસપી અને કલેક્ટર બંને ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
