Lumpy Skin Disease: પંજાબ સરકારે પશુઓને વેક્સીન લગાવવાની કરી શરુ, હજારો ડોઝ મંગાવ્યા
પંજાબમાં દૂધાળા પશુઓમાં ફેલાતા 'લમ્પી સ્કિન ડિસીઝ'એ પશુપાલકોના હોશ ઉડાવી દીધા છે.
ગુરદાસપુરઃ પંજાબમાં દૂધાળા પશુઓમાં ફેલાતા 'લમ્પી સ્કિન ડિસીઝ'એ પશુપાલકોના હોશ ઉડાવી દીધા છે. અત્યાર સુધીમાં હજારો પશુઓ આ ચામડીના રોગથી પ્રભાવિત થયા છે. સ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકારે તાત્કાલિક બહારથી જરૂરી રસી મંગાવી છે. પ્રથમ દિવસે ઘણા જિલ્લાઓમાં હજારો પશુઓને આ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એકલા ગુરદાસપુર જિલ્લામાં લમ્પી વાયરસથી બચાવ માટે 4700 ગોટ ફૉક્સ રસી આપવામાં આવી હતી.

પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે પ્રથમ દિવસે ગુરદાસપુર જિલ્લામાં 170 પશુઓને રસી આપવામાં આવી હતી. ઉપરોક્ત રોગના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા જિલ્લાને રૂ.5 લાખની રકમ જાહેર કરવામાં આવી હતી. હવે રોગને રોકવા માટે 4700 રસી પૂરી પાડવામાં આવી છે. એક તબીબે જણાવ્યુ કે 'લમ્પી સ્કિન ડિસીઝ'ના ફેલાવાને રોકવા માટે જિલ્લામાં 40 ટીમો પણ બનાવવામાં આવી છે. નાયબ નિયામક પશુપાલન વિભાગ ગુરદાસપુર ડૉ. શામ સિંહના જણાવ્યા અનુસાર ગુરદાસપુર જિલ્લામાં કુલ 957 પશુઓ આ રોગથી પીડિત હતા. તેમાંથી 415 પશુઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે અને બાકીના પ્રાણીઓ સારવાર હેઠળ છે.
ગુરદાસપુરના ડીસી મોહમ્મદ ઈશ્ફાકે કહ્યુ કે આ રોગને નિયંત્રણમાં લેવા માટે અમારા જિલ્લામાં 4700 ગોટ ફૉક્સ ડોઝ મળ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે પશુપાલન વિભાગની ટીમોએ વિવિધ ગામોની મુલાકાત લઈને રસીકરણની કામગીરી શરૂ કરી છે. પ્રથમ દિવસે 170 પશુઓને રસી આપવામાં આવી છે. ડીસીએ કહ્યુ કે આજે એટલે કે મંગળવારે 2 હજાર પશુઓને આવરી લેવામાં આવશે. તેમણે કહ્યુ કે આ રોગને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તબીબોના મતે 'લમ્પી સ્કિન ડિસીઝ' એ એવો રોગ છે જેના કારણે અસરગ્રસ્ત પશુને ખૂબ તાવ આવે છે, તેની ચામડી પર નિશાનો આવે છે, પગમાં સોજો આવે છે અને તે ચારો ખાવાનુ બંધ કરી દે છે. આ રીતે અનેક પશુઓના મોત થયા છે. પશુપાલન વિભાગના નાયબ નિયામકએ પશુ માલિકોને તેમના પશુને બાંધેલી જગ્યાએ 1% ફોર્મેલિન અથવા સોડિયમ હાઇ પિક્રોલેટનો છંટકાવ કરવા જણાવ્યુ છે અને જો પશુ બીમાર પડે તો તાત્કાલિક નજીકની પશુ સંસ્થાનો સંપર્ક કરવા જણાવ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
