આપ સાંસદ સંજય સિંહ સામે અરેસ્ટ વૉરન્ટ જાહેર, કોર્ટે પોલિસને આપ્યા ધરપકડ કરવાના નિર્દેશ
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે પંજાબની લુધિયાણા કોર્ટે અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યા છે.
નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે પંજાબની લુધિયાણા કોર્ટે અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યા છે. તેમની સામે શિરોમણિ અકાલી દળના નેતા વિક્રમ મજીઠિયાએ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો ત્યારબાદ લુધિયાણા કોર્ટે સંજય સિંહ સામે અરેસ્ટ વૉરન્ટ જાહેર કર્યો છે. મજીઠિયાના વકીલ દમન દીપે કહ્યુ કે સંજય સિંહ સોમવારે કોર્ટમાં હાજર નથી થયા. કોર્ટે ત્યારબાદ પોલિસને નિર્દેશ આપ્યા છે કે તે સંજય સિંહની ધરપકડ કરે અને કોર્ટ સામે 17 સપ્ટેમ્બરે હાજર કરે.

અકાલી દળના નેતા મહેશ ઈંદર સિંહ ગ્રેવાલને સંજય સિંહ સાથે ક્રોસ એક્ઝામિનેશન થવાનુ હતુ પરંતુ સંજય સિંહને વકીલોએ આમ કરવાની ના પાડી દીઘી. તમને જણાવી દઈએ કે સંજય સિંહ સામે 2016માં બિક્રમ મજીઠિયાએ કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં મનશરણજીત સિંહ ઢિલ્લો, મનપ્રીતસિંહ અયાલી, મહેશ ઈંદ્ર ગ્રેવાલ સાક્ષી છે. અત્યાર સુધી કોર્ટમાં આ કેસની કુલ 71 તારીખ થઈ ચૂકી છે પરંતુ આમાંથી સંજય સિંહ ચાર વાર જ કોર્ટમાં હાજર થયા છે.
જ્યારે સંજય સિંહના વકીલ કોર્ટમાં પહોંચ્યા તો સંજય સિંહની ઉપસ્થિતિ વિશે પૂછ્યુ પરંતુ સંજય સિંહ હાજર થયા નહિ ત્યારે સંજય સિંહને 17 સપ્ટેમ્બર સુધી ધરપકડ કરીને હાજર થવા માટે કહ્યુ. તમને જણાવી દઈએ કે સંજય સિંહે 2017માં વિધાનસભા ચૂંટણીથી પહેલા મોગામાં આયોજિત રેલીમાં કહ્યુ હતુ કે શિરોમણિ અકાલી દળના નેતા નશાના તસ્કર છે. ત્યારબાદ બિક્રમ સિંહ મજીઠિયાએ સંજય સિંહ સામે માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
