દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે AAPના 5 નેતાઓને લીગલ નોટિસ મોકલી!
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આમ આદમી પાર્ટીના 5 નેતાઓને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં એલજી વિરુદ્ધ અપમાનજનક સૂત્રોચ્ચાર અને ભ્રષ્ટાચારનો જવાબ માંગવામાં આવ્યો છે.
નવી દિલ્હી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આમ આદમી પાર્ટીના 5 નેતાઓને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં એલજી વિરુદ્ધ અપમાનજનક સૂત્રોચ્ચાર અને ભ્રષ્ટાચારનો જવાબ માંગવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલે AAP નેતાઓને જવાબ આપવા માટે 48 કલાકનો સમય આપ્યો છે.

દિલ્હી એલજીએ સોમવારે આમ આદમી પાર્ટીના નેતાઓને આ નોટિસ મોકલી છે. જે નેતાઓને આ નોટિસ મોકલવામાં આવી છે તેમાં આતિશી, દુર્ગેશ પાઠક, સૌરભ ભારદ્વાજ, સંજય સિંહ અને જસ્મીન શાહના નામ સામેલ છે. ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ આ બધાએ એલજી વિરુદ્ધ અપમાનજનક સૂત્રોચ્ચાર કર્યા હતા. દિલ્હી એલજીએ હવે આ પાંચ નેતાઓને આ મામલે જવાબ આપવા નોટિસ મોકલી છે. આ જવાબ માટે બે દિવસ એટલે કે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે.
એલજી દ્વારા દિલ્હી આમ આદમી પાર્ટીના નેતાઓને મોકલવામાં આવેલી નોટિસમાં વિધાનસભામાં કરવામાં આવેલા સૂત્રોચ્ચાર અને ટ્વિટર પરના હેશટેગ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. નોટિસમાં રાજ્યપાલ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પર આમ આદમી પાર્ટીના નેતાઓએ કથિત રીતે કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. AAP નેતાઓએ જણાવ્યું હતું કે ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ તરીકે લેફ્ટનન્ટ ગવર્નરે નોટબંધી દરમિયાન નોટોના બદલામાં ભ્રષ્ટાચાર કર્યો હતો. ખાદી ગ્રામોદ્યોગ આયોગમાં લેફ્ટનન્ટ ગવર્નર પર 1400 કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો આરોપ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
