LPG Cylinder: ડિસેમ્બરની શરૂઆતમાં જ મોઘો થયો ગેસ સિલિન્ડર, 5મી વખત વધ્યા ભાવ
LPG Cylinder:આજથી ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાની શરૂઆત થતા જ લોકોને મોંઘા ગેસ સિલિન્ડરનો આંચકો લાગ્યો છે. આજે તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.
સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સારી વાત એ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઘરેલું સિલિન્ડરના ભાવ સ્થિરઃ
તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. જ્યારે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કિંમતો સ્થિર છે.કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કિંમતોમાં વધારા બાદ દિલ્હીમાં તેની કિંમત 1818.50 રૂપિયા થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે ગયા મહિને તેની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર મહિનામાં આ સિલિન્ડર 1740 રૂપિયામાં મળતો હતો.

પાંચમી વખત ભાવમાં વધારો
ઓઈલ કંપનીઓએ સતત પાંચમી વખત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાને કારણે ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો વધી શકે છે.કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે કોલકાતામાં 1927 રૂપિયા, મુંબઈમાં 1771 રૂપિયા અને ચેન્નાઈમાં 1980 રૂપિયા થઈ ગઈ છે.
અલગ-અલગ શહેરોમાં કિંમતોઃ
જો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 803 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા, ચેન્નાઈમાં 818.50 રૂપિયા છે.લોકોને ઉજ્જવલા સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે. જોકે, આ સબસિડી એક વર્ષમાં માત્ર 12 સિલિન્ડર પર જ મળે છે. ઓગસ્ટ મહિનાથી ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
