વિહિપે ફરી આલાપ્યો લવ જેહાદનો રાગ : ત્રણેય ખાન પર સાધ્યા નિશાન
દહેરાદૂન, 2 માર્ચ : વિહિપ નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વાર વિવાદિત નિવેદન આપી ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ વખતે તેમણે ખાન ત્રિપૂટી પર પોતાના નિશાને સાધ્યા છે..
દેહરદૂનમાં આયોજીત વિશ્વ હિંદૂ પરિષદની સભાને સંભોધિત કરતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે લોકોએ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જેવા ફિલ્મ સ્ટોર્સની ફિલ્મો ના જોવી જોઇએ અને તેમના ફોટા પણ પોતાના ઘરમાં ના લગાવા જોઇએ કારણ કે આ બધી વસ્તુઓ લવ-જેહાદને પ્રોસ્તાહન આપે છે.

વધુમાં સાધ્વી પ્રાચીએ કહ્યું કે લવ જેહાદ કોઇના માટે પણ આદર્શ નથી. આ એક રીતે જબદસ્તીથી કરેલું ધર્માંતરણ છે જેનો વિરોધ બધાએ કરવો જોઇએ. તેમણે કહ્યું કે શાહરૂખ ખાને હિંદૂ યુવતી ગૌરી સાથે લગ્ન કર્યા છે. આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવ પણ હિંદૂ જ છે અને સલમાન ખાને પણ અનેક હિંદૂ છોકરીઓ સાથે લવ અફેર કર્યા છે
એટલું જ નહીં ક્રોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર પણ સાધ્વીએ નિશાનો સાંધતા કહર્યું કે રાહુલે જલ્દી જ લગ્ન કરી લેવા જોઇએ. વધુમાં સાધ્વીએ ફરી હિંદૂઓને વધુમાં વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી હતી.
નોંધનીય છે કે હાલમાં જ સાધ્વીની ઓછામાં ઓછા ચાર બાળકો પેદા કરવાની અપીલ પર ભારે બબાલ થઇ હતી. એટલું જ નહીં થોડા જ સમય પહેલા વિહપના એક મેગેઝિનમાં કરીના કપૂરનો ફોટો મૂકી લવ જેહાદનો નારો લગાવ્યો હતો જેની પર પણ ભારે બબાલ થઇ હતી.
નોંધનીય છે કે દિલ્હીમાં ભાજપની કારમી હારનું એક કારણ ભાજપની એક પાંખ વિહપના આવા ધર્માંતરણના મુદ્દોઓને પ્રોત્સાહન આપવાના કારણે થઇ હોવાનું મનાઇ રહ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં સાધ્વી પ્રાચીની આવી ટિપ્પણીઓ બીજેપીની મુશ્કેલીમાં વધારો કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
