Loksabha Election : આજે ચૂંટણી થાય તો રાજસ્થાનમાં કોણ આગળ? જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે તમામ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. આવનારી લોકસભા ચૂંટણીના પરિણામોમાં રાજસ્થાનનો મોટો ફાળો રહેવાનો છે ત્યારે તેનો એક સર્વે સામે આવ્યો છે.
એક તરફ બીજેપી 400 સીટોનો આંકડો પાર કરવાનો પૂરો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિયા એલાયન્સ બીજેપીને સત્તામાંથી ઉતારવા મેદાને છે.

જો કે જનતા જે ઈચ્છે છે તે થશે. જનતાના મનમાં શું છે તે જણાવતો ઈન્ડિયા ટીવીનો એક સર્વે સામે આવ્યો છે. આમાં જનતાએ ચોંકાવનારા જવાબો આપ્યા છે.
રાજસ્થાનથી વાત કરીએ તો બીજેપીએ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર આપી અને રાજ્યની સત્તા બ્રાહ્મણ નેતાને સોંપીને તેના વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
પરંતુ શું આ જ જાદુ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કામ કરશે? આવો સવાલ ઈન્ડિયા ટીવીએ જનતાને પૂછ્યો. સવાલ એ હતો કે આજે લોકસભાની ચૂંટણી થાય તો કોને વધુ બેઠકો મળશે, ભાજપ કે કોંગ્રેસ?
તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં લોકસભાની 25 સીટો છે. આ સર્વેમાં જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નીચેના આશ્ચર્યજનક જવાબો આપ્યા છે. જનતા અનુસાર, આગામી લોકસભા ચૂંટણીમાં બીજેપી 24 સીટો જીતી શકે છે. આ સિવાય કોંગ્રેસને ઝીરો સીટ મળી શકે છે. તે ઉપરાંત અન્યના ખાતામાં એક સીટી જઈ શકે છે.
સર્વેના પરિણામો અનુસાર, જો ભાજપને 24 બેઠકો મળે છે તો માત્ર એક જ બેઠક અન્ય કોઈના ફાળે જઈ શકે છે અને કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે. મતલબ કે આજે રાજ્યમાં ચૂંટણી થશે તો રાજસ્થાનમાં ફરી એકવાર ભગવો લહેરાશે અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
