Lok Sabha Security Breach : સંસદ સુરક્ષામાં ભંગ કરવામાં કુલ 6 લોકો સામેલ, 4 લોકો પકડાયા
સંસદ પર આતંકી હુમલાની 22મી વરસી પર છ લોકોએ ફરીથી સંસદની અંદર અને બહાર સુરક્ષાની ધજ્જીયા ઉડાવી છે. આ તમામ લોકો છેલ્લા ચાર વર્ષથી એકબીજાના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે.
પોલીસ સુત્રો અનુસાર, આરોપીઓ સુરક્ષા ભંગના થોડા દિવસો પહેલા સાથે મળીને આયોજન કર્યું હતું. આ પછી તેમને આને અંજામ આપ્યો.

પોલીસ સૂત્રો અનુસાર, આ આરોપીઓ યોજનાને અંજામ આપતા પહેલા ગુરુગ્રામના એક મકાનમાં રોકાયા હતા. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં એક મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરી છે, જ્યારે બાકીના બેની શોધખોળ ચાલુ છે.
છ લોકોમાંથી 5 દિલ્હીની બહારના છે અને ઘટના પહેલા ગુરુગ્રામમાં એક જગ્યાએ રોકાયા હતા. આમાંથી બે યુવકો સંસદમાં ઓડિયન્સ ગેલેરીમાંથી સાંસદની બેન્ચ પર અચાનક કૂદ્યા અને હંગામો ઉભો કર્યો.
બન્નેએ ગેસ છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન સાંસદોએ તેને કાબુ કર્યા અને ફટકાર્યા. બંને યુવકોની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે.
બીજી તરફ સંસદ સંકુલ બહાર એક પુરુષ અને મહિલાએ રંગીન ગેસ છાંટ્યો અને જોરથી સરકાર વિરોધી નારા લગાવ્યા. બંનેની ઓળખ અનમોલ અને નીલમ તરીકે થઈ છે.
પોલીસ સૂત્રો અનુસાર, પ્રાથમિક તપાસમાં ચારેય એકબીજાને ઓળખતા હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોએ અનુસાર, તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે જોડાયેલા હતા અને યોજના બનાવી હતી.
સુત્રો અનુસાર, દિલ્હી બહારથી આવેલા પાંચેય વ્યક્તિઓ ગુરુગ્રામમાં લલિત ઝા નામના વ્યક્તિના ઘરે સાથે રહ્યા હતા. જ્યારે અન્ય પાંચની ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે, છઠ્ઠી વ્યક્તિ અજ્ઞાત છે. એજન્સીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર ઓપરેશનનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
