Lok Sabha Exit polls 2019: અમેઠીમાં રાહુલ ગાંધી હારી શકે છે ચૂંટણી
એક્ઝીટ પોલની માનીએ તો રાહુલ ગાંધી અમેઠીથી લોકસભા ચૂંટણી હારી શકે છે. માત્ર રાહુલ ગાંધી નહિ પરંતુ સપાના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવની પણ રાહ મુશ્કેલ જણાઈ રહી છે.
લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પહેલા એક્ઝીટ પોલના આંકડાઓએ એનડીએને પૂર્ણ બહુમત આપી દીધો છે. એક્ઝીટ પોલની માનીએ તો આ વખતની ચૂંટણીમાં ઘણી મોટી ઉલટફેર જોવા મળી શકે છે પરંતુ આ તમામ ઉલટફેરમાં જે સૌથી મોટી ઉલટફેર થતી જોવા મળી રહી છે તે છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું આ ચૂંટણીમાં પ્રદર્શન. એક્ઝીટ પોલની માનીએ તો રાહુલ ગાંધી અમેઠીથી લોકસભા ચૂંટણી હારી શકે છે. માત્ર રાહુલ ગાંધી નહિ પરંતુ સપાના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવની પણ રાહ મુશ્કેલ જણાઈ રહી છે.

સરળ નથી રાહુલની રાહ
આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝીટ પોલ અનુસાર ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનની ખાસ અસર જોવા નથી મળી અને ભાજપ અહીં રેકોર્ડ સીટો પર જીત મેળવવા જઈ રહી છે. એક્ઝીટ પોલ અનુસાર યુપીમાં ભાજપ 80માંથી 62-68 સીટો પર જીત મેળવી શકે છે. વળી, સપા-બસપા-રાલોદના ખાતામાં માત્ર 10-16 સીટો જતી દેખાઈ રહી છે. વળી, કોંગ્રેસની વાત કરીએ તો તેના માટે પોતાની બે પારંપરિક સીટ રાયબરેલી અને અમેઠીને બચાવવી મુશ્કેલ બની રહી છે.

રાયબરેલીમાં કોંગ્રેસની જીત
એક્ઝીટ પોલનું વિશ્લેષણ સીટોના હિસાબે કરીએ તો સહારનપુર, કૈરાનામાં ભાજપ ઉમેદવારની જીત થતી જોવા મળી રહી છે. વળી, મુઝફ્ફરનગરમાં રાલોદ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર છે. વળી, રાયબરેલીમાં કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે. અહીંથી સોનિયા ગાંધીને જીત મેળવવામાં ખાસ મુશ્કેલી નહિ થાય. પરંતુ અમેઠીની વાત કરીએ તો અહીં રાહુલ ગાંધીનો મુકાબલો ભાજપની સ્મૃતિ ઈરાની સાથે છે અને અહીં રાહુલ ગાંધીની રાહ મુશ્કેલ જણાઈ રહી છે.

23મેના રોજ પરિણામ
તમને જણાવી દઈએ કે દેશમાં 17મી લોકસભા માટે થયેલ સામાન્ય ચૂંટણીમાં સાત તબક્કામાં મતદાન થયુ છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલે 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થયુ, બીજા તબક્કામાં 18 એપ્રિલે 13 રાજ્યોની 97 સીટો પર, ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે 14 રાજ્યોની 115 સીટો પર, ચોથા તબક્કામાં 29 એપ્રિલે 9 રાજ્યોની 71 સીટો પર, પાંચમાં તબક્કામાં 6 મેના રોજ 7 રાજ્યોની 51 સીટો પર, છઠ્ઠા તબક્કામાં 12મેએ 7 રાજ્યોની 59 સીટો પર મતદાન થઈ ચૂક્યુ છે. વળી, સાતમાં અને અંતિમ તબક્કામાં 19મેએ 59 સીટો પર મતદાન થયુ. પરિણામો 23મેએ જાહેર કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
