'મોદી-મોદીના નારા લગાવનાર યુવાઓને થપ્પડ મારવી જોઈએ', કર્ણાટકના મંત્રીએ બોલ્યા વિવાદિત બોલ
Karnataka Minister Shivaraj S Tangadagi: કર્ણાટકના એક મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસના નેતા શિવરાજ એસ તંગદગીએ કહ્યું કે તેમના યુવા સમર્થકો જેઓ 'મોદી-મોદી'ના નારા લગાવે છે તેમને થપ્પડ મારવી જોઈએ.
કર્ણાટકના કન્નડ અને સંસ્કૃતિ મંત્રી એસ તંગદગીએ કોપ્પલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જે યુવાનો 'મોદી-મોદી' ના નારા લગાવે છે તેમને થપ્પડ મારવી જોઈએ. હવે ભાજપે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

કોંગ્રેસ નેતાએ કોપ્પલમાં એક ચૂંટણી રેલી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, "તેઓ (ભાજપ) હવે તેમના ચૂંટણી પ્રચાર સાથે આવી રહ્યા છે, તેમને શરમ આવવી જોઈએ. તેઓ હવે કયા મોઢે વોટ માંગી રહ્યા છે? તેઓએ બે કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું, શું તેઓએ કોઈને નોકરી આપી છે? જો તેઓ (યુવાનો) રોજગાર માંગે છે, તેઓ (ભાજપ) તેમને પકોડા વેચવાનું કહે છે. તેઓ (ભાજપ)ને શરમ આવવી જોઈએ."
તંગદગીએ વધુમાં કહ્યુ કે, "આમ છતાં જો વિદ્યાર્થીઓ 'મોદી-મોદી' કહેતા હોય તો તેમને થપ્પડ મારવી જોઈએ." . અહીં મંત્રીની ટિપ્પણી પર ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે જે રાજકીય પક્ષોએ યુવાનોને નિશાન બનાવ્યા છે તે બચી શક્યા નથી.
બીજેપીના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ મંત્રીની ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં ખૂબ જ ખરાબ રીતે હારી જશે. કોંગ્રેસીઓ આ અનુભવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભાજપે શિવરાજ તંગદગી વિરુદ્ધ ચૂંટણી પંચમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે.












Click it and Unblock the Notifications
