Lok Sabha Elections 2024: દેશના સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલે છોડ્યુ કોંગ્રેસ, ભાજપમાં જોડાશે

Savitri Jindal: દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલે 2024માં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. ઓપી જિંદાલ ગ્રૂપના અધ્યક્ષ અને હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે બુધવારે 27 માર્ચે મોડી રાત્રે જાહેરાત કરી કે તેઓ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી રહ્યાં છે.

સાવિત્રી જિંદાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર લખ્યું છે કે, 'મેં ધારાસભ્ય તરીકે 10 વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું.

Savitri Jindal

સાવિત્રી જિંદાલે આગળ લખ્યું, "હું હંમેશા કોંગ્રેસ નેતૃત્વની તેમના સમર્થન માટે અને તમામ સાથીઓની આભારી રહીશ જેમણે હંમેશા મને તેમનું સમર્થન અને સન્માન આપ્યું." સાવિત્રી જિંદાલ પહેલા તેમના પુત્ર અને પૂર્વ સાંસદ નવીન જિંદાલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

રિપોર્ટ અનુસાર, સાવિત્રી જિંદાલે જિંદાલ હાઉસમાં કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. કહેવાય છે કે સાવિત્રી જિંદાલ આજે ભાજપમાં જોડાશે. સાવિત્રી જિંદાલે પીએમ નરેન્દ્ર મોદીની નીતિઓની પ્રશંસા કરી છે અને તેમને અગાઉની સરકારો કરતા સારી ગણાવી છે.

Savitri Jindal Net Worth: સાવિત્રી જિંદાલની સંપત્તિ

84 વર્ષીય મહિલા સાવિત્રી જિંદાલ ભારતની સૌથી અમીર મહિલા છે અને ભારતના ટોપ-5 અમીર લોકોની યાદીમાં સામેલ છે. સાવિત્રી જિંદાલ, જિંદાલ ગ્રુપનો સમગ્ર બિઝનેસ સંભાળે છે. વિશ્વના ટોચના અબજોપતિઓમાં સાવિત્રી જિંદાલ 56માં નંબરે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર, સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 29.6 અબજ ડૉલર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X