મુંબઈના વર્સોવામાં પ્રિયંકા ચોપડાએ આપ્યો મત, ‘દરેક મત એક અવાજ છે જે કાઉન્ટ થશે'
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ વર્સોવામાં મત આપી બહાર નીકળતી વખત પોતાની સહી લગાવેલી આંગળી બતાવીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત પણ કર્યા.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આજે નવ રાજ્યોની 72 સંસદીય સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. આમાં મહારાષ્ટ્રની 17, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશન 13-13, પશ્ચિમ બંગાળની 8, મધ્ય પ્રદેશ અને ઓડિશાની 6-6, બિહારની 5 અને ઝારખંડની 3 સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. જમ્મુ કાશ્મીરની અનંતનાગ સીટ પર પણ મતદાન થઈ રહ્યુ છે. અનંતનાગ સીટ પર ત્રણ તબક્કામાં મતદાન કરાવવામાં આવી રહ્યુ છે.

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ આપ્યો મત
આ દરમિયાન બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ વર્સોવામાં મત આપ્યો. તેમની સાથે તેમની મા પણ હતા. પોતાનો મત આપ્યા બાદ પોલિંગ બુથથી બહાર નીકળતી વખત પ્રિયંકાએ પોતાની સહી લગાવેલી આંગળી બતાવીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત પણ કર્યા. ત્યારબાદ પ્રિયંકાએ પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટામાં અભિનેત્રીએ લખ્યુ છે કે આ જ એ પળ છે જે મહત્વ ધરાવે છે, દરેક મત એક અવાજ છે જે કાઉન્ટ થશે.
|
આજે સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યુ છે
તમને જણાવી દઈએ કે આજે સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દેશની જનતાએ મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરી છે કે તે આજે મત જરૂર આપે અને લોકતંત્રને મજબૂત કરવા માટે પોતાનું મહત્વનું યોગદાન કરે.

ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ માટે ચૂંટણી ઘણી મહત્વની
તમને જણાવી દઈએ કે ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ માટે ચૂંટણીનો આ તબક્કો ઘણો મહત્વનો માનવામાં આવે છે કારણકે 2014ની લોકસભા ચૂંટણીમાં આ 72માંથી 56 સીટો પર તેમને જીત મળી હતી. બાકી બચેલી 16 સીટોમાંથી બે પર કોંગ્રેસને જીત મળી હતી જ્યારે બાકી સીટો તૃણમૂલ કોંગ્રેસ (6) અને બીજદ (6) જેવી વિપક્ષી પાર્ટીઓના ખાતામાં ગઈ હતી.

ચોથા તબક્કામાં દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર
ચોથા તબક્કામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદ, શ્રીપ્રકારશ જયસ્વાલ, યુપીના કેબિનેટ મંત્રી સત્યદેવ પચૌરી, સપાની ડિમ્પલ યાદવ, સાક્ષી મહારાજ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ કમિશનના અધ્યક્ષ રામશંકર કઠેરિયા જેવા રાજકીય દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે.












Click it and Unblock the Notifications
