કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે પત્રકારને આપી ગાળો, મારવા માટે ઉઠાવ્યો હાથ
પોતાના નિવેદનોના કારણે ઘણીવાર વિવાદમાં રહેતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે પીએમ મોદી વિશે લખાયેલા લેખ વિશે પૂછાયેલ સવાલ પર ભડકી ઉઠ્યા.
પોતાના નિવેદનોના કારણે ઘણીવાર વિવાદમાં રહેતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે પીએમ મોદી વિશે લખાયેલા લેખ વિશે પૂછાયેલ સવાલ પર ભડકી ઉઠ્યા. 2017માં મણિશંકર ઐય્યરે પીએમ મોદી માટે વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેના બે વર્ષ બાદ ઐય્યરે પોતાના આ નિવેદનને યોગ્ય ગણાવ્યુ છે. પંજાબ સરકારના ગેસ્ટ હાઉસ પહોંચેલા મણિશંકર ઐય્યરને જ્યારે અમુક પત્રકારોએ લેખ વિશે સવાલ કર્યો તો એ રીતે ભડક્યા કે પત્રકારને મારવા માટે હાથ ઉઠાવી લીધો અને આ દરમિયાન અપશબ્દ કહ્યા.

‘આઈ વિલ હિટ યુ', પત્રકારને બોલ્યા ઐય્યર
ઐય્યરે કહ્યુ, ‘શું તમે નથી જાણતા કે ભારતમાં એક વ્યક્તિ છે, નરેન્દ્ર મોદી. તમે એમના તીખા હુમલા વિશે નથી સાંભળ્યુ. જાવ અને તેમને સવાલ પૂછો. ના, એ તમારી સાથે વાત નથી કરતા કારણકે તે ડરપોક છે. તે મીડિયા સાથે વાત નથી કરતા.' ત્યારબાદ પત્રકારે સવાલ કરતા જ તે ભડકી ઉઠ્યા અને મુઠ્ઠી બતાવીને ધમકાવવા લાગ્યા અને બોલ્યા - ‘આઈ વિલ હિટ યુ'. આ દરમિયાન પત્રકારે તેમને સૉરી પણ કહ્યુ પરંતુ ઐય્યરે માઈક્રોફોન દૂર કરવા માટે તેના પર હાથ પર માર્યો. પત્રકારે કહ્યુ, ‘સર નારાજ ના થાવ પરંતુ ઐય્યર બોલ્યા, હું નારાજ છુ કારણકે તમે ખોટો સવાલકર્યો છે. આવા સવાલ કરો છો.' ત્યારબાદ ઐય્યર પત્રકારને અપશબ્દ કહીને ત્યાંથી નીકળી ગયા.

સવાલ પર ભડક્યા ઐય્યર, પત્રકારોને આપી ગાળો
આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીને એક વાર ફરીથી ‘નીચ માણસ' બતાવનાર પોતાના લેખ પર કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે સફાઈ આપવાનો ઈનકાર કરી દીધો હતો. મણિશંકર ઐય્યરે કહ્યુ કે 9 દિવસમાં દેશની સરકાર બદલાવાની છે અને તેમને પોતાના લેખ પર કોઈ પ્રકારની સફાઈ આપવાની જરૂર નથી. મણિશંકર ઐય્યરે પોતાને મીડિયાના શિકાર ગણાવ્યા અને કહ્યુ કે આના કારણે તેમની છબીને નુકશાન થયુ.

હું ઉલ્લુ છુ પરંતુ એટલો મોટો નથીઃ ઐય્યર
મણિશંકરે કહ્યુ કે મે એક આખો લેખ લખ્યો અને મીડિયા એ લેખમાંથી માત્ર એક લાઈન ઉઠાવીને પૂછી રહ્યુ છે કે આના પર નિવેદન આપો, ‘હું આ પ્રકારના ખેલમાં શામેલ થવા નથી માંગતો, હું ઉલ્લુ છુ પરંતુ એટલો મોટો ઉલ્લુ નથી.' વાસ્તવમાં ઐય્યરે 2017માં પીએમ નરેન્દ્ર મોદી વિશે આપેલા પોતાના વિવાદાસ્પદ નિવેદન ‘નીચ માણસ' ને યોગ્ય ગણાવીને એક લેખ લખ્યો છે જેના પર રાજકારણ ગરમાયુ છે.

મીડિયા પર ભડક્યા ઐય્યર
ઐય્યરે કહ્યુ હતુ કે મારા 7 ડિસેમ્બર, 2017ના રોજ આપેલા નિવેદનના એક શબ્દ સાથે બીજા એક શબ્દને જોડીને મીડિયામાં વારંવાર બતાવતા રહ્યા. જ્યારે આખા નિવેદનને ક્યારેય બતાવવામાં આવ્યુ નહિ. કોઈ જૂઠ વારંવાર બોલવામાં આવે તો સાચુ સમજી લેવામાં આવે છે. તેમણે કહ્યુ હતુ, ‘હું મીડિયા અને ષડયંત્રનો શિકાર થયો અને આજે મને એઆઈસીસીમાંથી કોઈ પણ પ્રકારનું નિવેદન મીડિયામાં આપવાથી રોકવામાં આવ્યો છે.'

નથી આપવી કોઈ સફાઈ - કોંગ્રેસ નેતા
મણિશંકર ઐય્યરે શિમલામાં કહ્યુ કે મારે મારા લેખ વિશે જવાબ આપવાની કોઈ જરૂર નથી. કોંગ્રેસે આ વિશે નિવેદન આપ્યુ છે. ઐય્યરે કહ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ અટલ બિહારી વાજપેયીને વિદેશી પ્રવાસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા હતા. 1950નો સમય રાજકારણનો સુંદર સમય હતો. ઐય્યરે પણ કહ્યુ કે કોંગ્રેસે તેમના નિવેદન પર સફાઈ આપી દીધી છે અને હવે તેમને આના પર કોઈ સફાઈ આપવાની નથી.












Click it and Unblock the Notifications
