Exit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો
2019ની લોકસભા ચૂંટણી વિશે એક્ઝીટ પોલના પરિણામો આવવા શરૂ થઈ ગયા છે. આ દાવાઓ વચ્ચે ‘ન્યૂઝ નેશન' ના 2019ની લોકસભા ચૂંટણી વિશે પોતાનો એક્ઝીટ પોલ જાહેર કર્યો છે.
2019ની લોકસભા ચૂંટણી વિશે એક્ઝીટ પોલના પરિણામો આવવા શરૂ થઈ ગયા છે. સાત તબક્કામાં થયેલી લોકસભા ચૂંટણી બાદ 23 મેના રોજ ચૂંટણી પરિણામ આવતા પહેલા એક્ઝીટ પોલના પરિણામો પર દેશભરની નજરો લાગેલી હતી. ચૂંટણી પરિણામો વિશે ભાજપ અને કોંગ્રેસ સહિત બધા રાજકીય પક્ષો પોત પોતાની જીતના દાવા કરી રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર ખતમ થયા બાદ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે દેશમાં પાંચ વર્ષ પૂર્ણ બહુમતની સરકાર રહી અને આ વખતે પણ દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનશે. વળી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે નરેન્દ્ર મોદી 2019ની લોકસભા ચૂંટણી હારી રહ્યા છે. આ દાવાઓ વચ્ચે 'ન્યૂઝ નેશન' ના 2019ની લોકસભા ચૂંટણી વિશે પોતાનો એક્ઝીટ પોલ જાહેર કર્યો છે. જેના પરિણામો ઘણા ચોંકાવનારા છે.

'ન્યૂઝ નેશન' ના એક્ઝીટ પોલ મુજહ 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને પૂર્ણ બહુમત મળતો જોવા મળી રહ્યો છે. એક્ઝીટ પોલના પરિણામોમાં દેશની 543 લોકસભા સીટોમાંથી એનડીએને 282 થી 290 સીટો મળી શકે છે. વળી, કોંગ્રેસના ગઠબંધનને 118થી 126 સીટો પર જીત મળતી જોવા મળી રહી છે. એક્ઝીટ પોલમાં અન્ય પક્ષોને 130થી 138 લોકસભા સીટો મળી શકે છે. આ ઉપરાંત આ લોકસભા ચૂંટણીમાં એનડીએને 38 ટકા, યુપીએને 30 ટકા અને અન્ય પક્ષોને 30 ટકા વોટશેર મળી શકે છે. એટલે કે 2019માં એક વાર ફરીથી દેશમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
