આપ અને કોંગ્રેસ વચ્ચે આ શરતો પર ગઠબંધનનો રસ્તો નક્કી: સૂત્ર

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાનમાં હવે ફક્ત 5 દિવસ જ બાકી છે, પરંતુ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અંગે હજુ સુધી કોઈ નિર્ણાયક નિર્ણય નથી લેવામાં આવ્યો.

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાનમાં હવે ફક્ત 5 દિવસ જ બાકી છે, પરંતુ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અંગે હજુ સુધી કોઈ નિર્ણાયક નિર્ણય નથી લેવામાં આવ્યો. સૂત્રો અનુસાર છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મોટા નેતાઓ વચ્ચે મુલાકાત ચાલી રહી છે. કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા પીસી ચાકો અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ છેલ્લા કેટલાક દિવસમાં ઘણી બેઠકો કરી ચુક્યા છે.

આ પણ વાંચો: ચૂંટણી પછી તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી

સીટો પર ચર્ચા

સીટો પર ચર્ચા

સૂત્રો અનુસાર સંજય સિંહ અને પીસી ચાકો વચ્ચે બેઠક દરમિયાન સીટોની વહેંચણી પર વાત થઇ. બીજી બાજુ બંને વચ્ચે દિલ્હી અને હરિયાણામાં સાથે મળીને ચૂંટણી લડવા પર વાત થઇ. એક બાજુ જ્યાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં 5 સીટો પર ચૂંટણી લડવા માંગે છે, ત્યાં કોંગ્રેસ ચાર સીટો પર ચૂંટણી લડવા માંગે છે. આ સ્થિતિમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને હરિયાણામાં એક સીટ આપવાની પણ વાત કહી છે. પરંતુ હજુ સુધી આ મુલાકાતમાં પંજાબ ગઠબંધન પર વાત નથી બની રહી. માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ 4-3 ફોર્મ્યુલા પર ચૂંટણી લડી શકે છે.

ચૂંટણી પછીની શરત

ચૂંટણી પછીની શરત

સૂત્રો અનુસાર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સામે શરત રાખી છે કે જો લોકસભા ચૂંટણીમાં જીત મળે તો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. પાર્ટી ઈચ્છે છે કે સરકાર બનાવના 6 મહિનામાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. હજુ સુધી બધી જ શરતોનું બંને પાર્ટીઓ ઘ્વારા અધિકારીક રીતે એલાન નથી કરવામાં આવ્યું.

નેતાઓની તકલીફ

નેતાઓની તકલીફ

બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની ચર્ચા વચ્ચે સૌથી મોટી સમસ્યા બંને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે છે. તેઓ હજુ સુધી દુવિધામાં છે કે તેમને એકબીજા પર પ્રહાર કરવાનો છે કે નહીં. બંને પાર્ટીઓ વચ્ચે પહેલા ગઠબંધન નહીં કરવાનું એલાન કરવામાં આવ્યું હતું, ત્યારપછી દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા.

શીલા દીક્ષિત ચર્ચામાં શામિલ નથી

શીલા દીક્ષિત ચર્ચામાં શામિલ નથી

મળતી જાણકારી અનુસાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ચર્ચાથી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતને અલગ રાખવામાં આવી છે. શીલા દીક્ષિત આમ આદમી પાર્ટી સાથે લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કરવા નથી માંગતી. તેમનું કહેવું છે કે જો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થશે તો વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની મુસીબત વધી જશે. આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં થવાથી પૂર્વ દિલ્હી અધ્યક્ષ અજય માકને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X