મોદીએ પોતાના રાજકીય સ્વાર્થ માટે પત્નીને છોડી દીધીઃ માયાવતી
માયાવતીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદી પર હુમલો કરીને કહ્યુ કે જ્યારે તેમણે પોતાના રાજકીય સ્વાર્થ માટે પોતાની પત્નીને છોડી દીધી તો પછી તે બીજાની બહેનો અને વહુઓનું સમ્માન કેવી રીતે કરી શકે છે.
રાજસ્થાનના અલવર ગેંગરેપ કેસ માટે દેશનું રાજકારણ હાલમાં ગરમાયેલુ છે. ભાજપે જ્યાં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આ મામલે બેદરકારી દાખવવા અને દોષિતો સામે કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે તો વળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બસપા સુપ્રીમો માયાવતીને પડકારીને કહ્યુ કે તે આ મામલે માત્ર મગરમચ્છના આંસુ ના વહાવે પરંતુ કોંગ્રેસની રાજ્ય સરકાર પાસેથી પોતાનું સમર્થન પાછુ લે. પીએમ મોદીએ આ હુમલા પર માયાવતીએ પણ પલટવાર કર્યો છે. માયાવતીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદી પર હુમલો કરીને કહ્યુ કે જ્યારે તેમણે પોતાના રાજકીય સ્વાર્થ માટે પોતાની પત્નીને છોડી દીધી તો પછી તે બીજાની બહેનો અને વહુઓનું સમ્માન કેવી રીતે કરી શકે છે.

બસપા સુપ્રીમો માયાવતીએ શું કહ્યુ
બસપા સુપ્રીમો માયાવતીએ સોમવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ, ‘નરેન્દ્ર મોદી અલવર ગેંગરેપ કેસ પર ચૂપ રહ્યા અને હવે આ કેસ દ્વારા ગંદુ રાજકારણ રમવાની કોશિશ કરી રહ્યા છે, જેથી લોકસભા ચૂંટણીમાં તેમને અને તેમની પાર્ટીને ફાયદો મળી શકે. આ ખૂબ જ શરમજનક છે. જ્યારે તેમણે પોતાના રાજકીય સ્વાર્થ માટે પોતાની પત્નીને છોડી દીધી તો પછી તે બીજાની બહેનો અને વહુઓનું સમ્માન કેવી રીતે કરી શકે છે. મને તો એ પણ માલુમ પડ્યુ છે કે ભાજપમાં ખાસ કરીને વિવાહિત મહિલાઓ પોતાના પતિઓને શ્રી મોદીની નજીક જતા જોઈને એ વિચારીને પણ ઘણી ગભરાઈ જાય છે કે ક્યાંક આ મોદી પોતાની પત્નીની જેમ અમને પણ પોતાના પતિથી અલગ ના કરાવી દે.'

મગરમચ્છના આંસુ સારવા બંધ કરે માયાવતી'
તમને જણાવી દઈએ કે આ પહેલા અલવર ગેંગરેપ કેસ માટે પીએમ મોદીએ માયાવતી પર હુમલો કરીને કહ્યુ હતુ, ‘બહેનજી તમારી સાથે ગેસ્ટ હાઉસમાં જે થયુ હતુ તેનાથી આખા દેશની બહેનો અને દીકરીઓને પીડા થઈ હતી. જો તમે દીકરીઓની સુરક્ષા પ્રત્યે આટલા જ ઈમાનદાર છો તો આજે જ, આ જ સમયે, રાજસ્થાનની કોંગ્રેસ સરકારનું સમર્થન પાછુ લઈ લો. આવુ ન કરો તો અલવર કાંડ પર મગરમચ્છના આંસુ સારવા બંધ કરી દો.' પીએમ મોદીના આ નિવેદન પર માયાવતીએ પલટવાર કરીને કહ્યુ, ‘જો અલવર ગેંગરેપ કેસમાં રાજસ્થાનની સરકાર કોઈ સખત કાર્યવાહી નહિ કરે તો નિશ્ચિત રીતે તેમની પાર્ટી આ રાજકીય નિર્ણય લેશે. કોંગ્રેસ સાથે કેવી રીતે નિપટવાનું છે તે બહુજન સમાજ પાર્ટીને સારી રીતે ખબર છે. પીએમ મોદી ગુજરાતના ઉના દલિત કાંડ, રોહિત વેમુલા કાંડ તેમજ ભાજપ શાસિત રાજ્યોમાં રોજેરોજ થઈ રહેલા દલિત અત્યાચાર તેમજ શોષણની નૈતિક જવાબદારી લઈને પોતાના પદથી રાજીનામુ કેમ નથી આપી દેતા?'

ચૂંટણી માટે કયા કયા છળ કરશે મોદીઃ માયાવતી
બસપા સુપ્રીમો માયાવતી આ પહેલા પણ પીએમ મોદી પર ઘણી વાર હુમલો કરી ચૂક્યા છે. માયાવતીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યુ, ‘પીએમ શ્રી મોદીએ હવે લોકોને ભરમાવવા માટે કાલથી એક નવો ચૂંટણી મુદ્દો છેડ્યો છે કે તેમની જાતિ એ જ છે જે ગરીબની જાતિ છે. ચૂંટણીના સ્વાર્થ હેતુ શ્રી મોદીએ ખબર નહિ કેટલી છેતરપિંડી કરશે પરંતુ 5 વર્ષ સુધી કરોડો ગરીબો, મજૂરો, ખેડૂતો વગેરેની દૂર્દશા માટે જનતા તેમને કેવી રીતે માફ કરી શકે છે? તમને જણાવી દઈએ કે યુપીમાં 6 તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે અને હવે 19 મેના રોજ સાતમાં તેમજ અંતિમ તબક્કાનું મતદાનમાં રાજ્યની બચેલી 13 સીટો પર મત નાખવામાં આવશે. યુપીમાં સપા અને બસપા અને રાલોદ મહાગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
