Lok Sabha Election : લોકસભા ચૂંટણીના પોતાનો દમ દેખાડશે આ ખેલાડીઓ, આ ગુજરાતી ખેલાડી મોદીને ટક્કર આપશે
આવનારી લોકસભા ચૂંટણી માટે વિવિધ પાર્ટીઓએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં ઘણા ખેલાડીઓને ટિકીટ મળી છે.
તમામ પાર્ટીઓ મતદારોને રીઝવવા ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરોને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ વખતે પણ ઘણી પાર્ટીઓએ આ પરંપરા ચાલુ રાખી છે.

આ લિસ્ટમાં તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપી સૌથી આગળ છે. તમામ પક્ષોએ હજુ સુધી તેમના તમામ ઉમેદવારોની જાહેરાત કરી નથી તેમ છતાં હજુ સુધી જાહેર કરાયેલ યાદીમાં ઘણા ખેલાડીઓ લોકસભા 2024ની ચૂંટણી લડી રહ્યા છે.
યુસુફ પઠાણ
મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળ માટે તેના 42 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં સૌથી નોંધપાત્ર નામ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. યુસુફ પઠાણ વર્લ્ડ કપ 2011માં વિજેતા ટીમનો સભ્ય પણ રહી ચૂક્યો છે.
તૃણમૂલ કોંગ્રેસે ગુજરાતના બરોડાના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ બેઠક લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના ગઢ છે.
અધીર રંજન ચૌધરી 1999 થી સતત ચૂંટણી જીતી રહ્યા છે. જો કે કોંગ્રેસે હજુ સુધી આ બેઠક પરથી અધીર રંજનના ઉમેદવારની જાહેરાત કરી નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેમને ફરી એકવાર આ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
કીર્તિ આઝાદ
1983માં ભારતીય ક્રિકેટ ટીમે કપિલ દેવના નેતૃત્વમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. કીર્તિ આઝાદ તે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતા. કીર્તિ આઝાદને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પિતા ભગવત ઝા આઝાદ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
કીર્તિ આઝાદ ભાજપની ટિકિટ પર 1993માં પહેલીવાર દિલ્હીના ગોલ માર્કેટ વિસ્તારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ દરભંગા લોકસભા સીટથી ત્રણ વખત સાંસદ પણ બન્યા. ત્યારબાદ કીર્તિ આઝાદ ફેબ્રુઆરી 2019માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. આ પછી તેઓ 2021 માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા.
હવે TMCએ બર્ધમાન દુર્ગાપુર લોકસભા સીટ પરથી કીર્તિ આઝાદને ટિકિટ આપી છે. તે પહેલીવાર પશ્ચિમ બંગાળથી ટીએમસીની ટિકિટ પર ચૂંટણી લડશે.
દેવેન્દ્ર ઝાઝરીયા
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં સૌથી ખાસ નામ રાજસ્થાનના દેવેન્દ્ર ઝાઝરિયાનું છે, જેમણે પેરાલિમ્પિક્સમાં બે વખત ગોલ્ડ મેડલ અને એક વખત સિલ્વર મેડલ જીત્યો છે. તેમને રાજસ્થાનના ચુરુથી ભાજપ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
દેવેન્દ્ર ઝાઝરિયાને ટિકિટ આપવા માટે ભાજપે ચુરુથી બે વખતના સાંસદ રાહુલ કાસવાનની ટિકિટ કાપી છે. દેવેન્દ્ર ઝાઝરિયા ભાલા ફેંક ખેલાડી છે. તેણે એથેન્સમાં 2004 સમર પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંકમાં તેનો પ્રથમ ગોલ્ડ જીત્યો હતો.
મોહમ્મદ શમી
અહેવાલો અનુસાર, ભાજપ નેતૃત્વએ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને લોકસભા ચૂંટણી લડવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે, જેની ચર્ચા સકારાત્મક રહી છે. જો બધું બરાબર રહ્યું તો મોહમ્મદ શમી પશ્ચિમ બંગાળના બસીરહાટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. આ લોકસભા મતવિસ્તાર હાલમાં સંદેશખાલી હિંસાને લઈને સમાચારોમાં છે. સંદેશખાલી આ લોકસભા હેઠળ આવે છે.
નવજોત સિંહ સિદ્ધુ
80-90ના દાયકાના પ્રખ્યાત પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર લોકસભાની ચૂંટણી લડી શકે છે. આ વખતે તેઓ ભાજપની ટિકિટ પર નહીં પરંતુ કોંગ્રેસની ટિકિટ પર લડી શકે છે. પંજાબમાં પોતાની જ પાર્ટી કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની ગયેલા નવજોત સિંહને પાર્ટી પટિયાલા લોકસભાથી ચૂંટણી લડાવી શકે છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ આમ કરીને એક કાંકરે બે પક્ષી મારવાની તૈયારી કરી રહી છે. કારણ કે સિદ્ધુને રાજ્યના નેતાઓનો સાથ મળી રહ્યો નથી. આવી સ્થિતિમાં જો સિદ્ધુ લોકસભાની ચૂંટણી લડશે તો તેઓ માત્ર એક સીટ સુધી મર્યાદિત રહેશે. બીજી તરફ કોંગ્રેસ તેમને પટિયાલા લોકસભા પર નિયંત્રણ ધરાવતા પટિયાલા રાજવી પરિવારના કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પ્રનીત કૌર સામે લડાવા માંગે છે. પ્રનીત કૌર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.












Click it and Unblock the Notifications
