Lok Sabha Election Result 2024: 4 જૂન પહેલા જ સાચી થઇ ગઇ મોદી-શાહની ભવિષ્યવાણી
Lok Sabha Election Result 2024: તમામ સાત તબક્કાની ચૂંટણીઓ યોજાઈ ગઈ છે. ચૂંટણીના પરિણામો બહાર આવે તે પહેલા, એક્ઝિટ પોલમાં એનડીએ માટે ભારે જીતની આગાહી કરવામાં આવી હતી. આવતીકાલે એટલે કે મંગળવારે ચૂંટણીના પરિણામો જાહેર થશે, જેમાં સ્પષ્ટપણે ખબર પડશે કે, કોની સરકાર બની રહી છે.
આ દરમિયાન એવું માનવામાં આવે છે કે, નવી સરકારની રચના પહેલા, શેરબજારમાં અસ્થિરતા છે. આવું જ એક દ્રશ્ય આજે એટલે કે સોમવારે જોવા મળ્યું હતું, જેમાં શેરબજાર તેની રેકોર્ડ ઊંચાઈએ ખુલ્યું હતું.
સેન્સેક્સમાં 2700 પોઈન્ટથી વધુનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીમાં 800 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જેના કારણે સેન્સેક્સ રેકોર્ડ 76,738.89ના સ્તરે ખુલ્યો હતો અને નિફ્ટી 23,338.70ના સ્તરે ખુલ્યો હતો. શેરબજારમાં જબરદસ્ત ઉછાળા વચ્ચે CDSL સાઈટ પણ ડાઉન રહી.

સીડીએસએલ સાઇટ પણ ડાઉન રહી - સોમવારના રોજ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL) સાઇટ ડાઉન હોવાને કારણે, રોકાણકારો TPIN ચકાસવામાં સક્ષમ ન હતા, જેના કારણે વેપારીઓને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
આવા સમયે સીડીએસએલ સાઇટ ડાઉન હોવાને કારણે, ગ્રોવ, એન્જલ વન અને ઝેરોધા જેવા બ્રોકરેજ પ્લેટફોર્મ્સમાં પણ તકનીકી સમસ્યાઓ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન રિટેલ રોકાણકારો તેમના શેરો વેચી શક્યા ન હતા. રોકાણકારોએ તેમની ચિંતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરી હતી.
વડાપ્રધાન મોદીએ શેરબજારને લઈને આ ભવિષ્યવાણી કરી - શેરબજારમાં જ્યારે સેન્સેક્સમાં ઉછાળો અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ભવિષ્યવાણી યાદ આવી ગઈ હતી.
એક ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરબજાર અંગે જે ભવિષ્યવાણી કરી હતી, આ ભવિષ્યવાણી એક દિવસ પહેલા સાચી પડી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે અને આ પરિણામો આવ્યા બાદ ભારતીય શેરબજાર તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામો પછી આખા સપ્તાહમાં જબરદસ્ત ટ્રેડિંગ થશે અને પ્રોગ્રામિંગ કરતા લોકો તેને મેનેજ કરીને થાકી જશે.
મોદી સરકાર આવતાં જ માર્કેટમાં તેજી આવશે - અમિત શાહ - વડાપ્રધાન મોદીની જેમ અમિત શાહે પણ તેમના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું શેરબજારની ગતિવિધિની આગાહી કરી શકતો નથી, પરંતુ સામાન્ય રીતે, જ્યારે પણ કેન્દ્રમાં સ્થિર સરકાર બને છે, ત્યારે બજાર ઉપર જાય છે. મને લાગે છે કે ભાજપ/એનડીએ 400 થી વધુ સીટો જીતશે, મોદી સરકાર સ્થિર થશે અને આ રીતે બજાર વધશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
