Lok Sabha Election Result 2024 : વારાણસીમાં નરેન્દ્ર મોદી હારી રહ્યાં છે? જાણો શું કહ્યું જયરામ રમેશે?
Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણીના પરિણામો જેમ જેેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ બીજેપીની ધડકન વધી રહી છે. આટલુ જ નહીં વારાણસીમાં પણ નરેન્દ્ર મોદીને ટક્કર મળી રહી છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશ પ્રારંભિક મત ગણતરીમાં જે રીતે ઈન્ડિયા એલાયન્સ સારું પ્રદર્શન કરી રહ્યું છે તેનાથી ખુશ દેખાયા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે આ માત્ર ટ્રેલર છે.

વારાણસીમાં કોંગ્રેસના ઉમેદવાર અજય રાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં આગળ જોવા મળ્યા હતા. જયરામ રમેશે ચૂંટણી પંચની વેબસાઈટ પર ડેટાનો સ્ક્રીનશોટ શેર કરતા ખુશી વ્યક્ત કરી.
જો કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 હજારથી વધુ મતોની લીડ લીધી છે. પ્રારંભિક તબક્કામાં અજય રાય અને પીએમ મોદી વચ્ચે બરાબરીનો મુકાબલો જોવા મળ્યો છે.
જણાવી દઈએ કે, જયરામ રમેશ ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી પર સતત પ્રહાર કરતા રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે અમિત શાહે 150થી વધુ ડીએમને ફોન કરીને ધમકી આપી છે.
જયરામ રમેશના આરોપો પર ચૂંટણી પંચે જવાબ માંગ્યો હતો. ચૂંટણી પંચે આ મામલે સોમવારે સાંજે 7 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો હતો. જેના પર જયરામ રમેશે વધારાનો સમય માંગ્યો છે. જેને ચૂંટણી પંચે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. પંચે નિયત સમયમાં જવાબ આપવા કહ્યું હતું અન્યથા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષના આરોપોને પડકાર્યા અને આરોપોના પુરાવા શેર કરવા કહ્યું હતું, જેથી કાર્યવાહી થઈ શકે. અમે અફવાઓ ફેલાવીને દરેકને શંકાના દાયરામાં લાવી શકીએ નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
