Lok Sabha Election : બિહારમાં એનડીએ માટે રસ્તો કેટલો મુશ્કેલ? જાણો નફા નુકસાનનું ગણિત
આવનારી લોકસભા ચૂંટણીમાં બિહાર મોટો ફાળો ભજવવા જઈ રહ્યું છે. આ જ કારણ છે તે બીજેરી ફુંકી ફુંકીને પગ મુકી રહી છે. જો કે એનડીએ ગઠબંધન માટે અહીં રસ્તો આસાન નથી.
બિહારમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એનડીએના સાથી પક્ષોમાં સીટ વહેંચણી થઈ ગઈ છે. સીટોની વહેંચણી બાદ એનડીએ ગઠબંધનના નેતાઓ રાજ્યની તમામ 40 સીટો પર જીતનો દાવો કરી રહ્યા છે.

એનડીએ ગઠબંધનના સાથી પક્ષો ભાજપ માટે દુ:ખાવો બની રહ્યા છે. સીટ વહેંચણીમાં આરએલજેપીને એક પણ સીટ મળી નથી. આનાથી નારાજ થઈને રાષ્ટ્રીય લોક જન શક્તિ પાર્ટીના વડા અને કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ઉપેન્દ્ર કુશવાહા NDAની સીટ વહેંચણીથી નારાજ દેખાઈ રહ્યા છે. ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોરચાને એનડીએ ગઠબંધનમાંથી એક સીટ મળી છે. માત્ર એક કારાકાટ લોકસભા સીટ મળવાથી ઉપેન્દ્ર કુશવાહ નારાજ છે.
ઉપેન્દ્ર કુશવાહ ઇચ્છતા હતા કે તેમની પાર્ટી રાષ્ટ્રીય લોક મોરચાને એનડીએની બેઠકોની વહેંચણીમાં બે બેઠકો આપવામાં આવે. તેઓ કારાકાટ લોકસભા સીટ પરથી એક સીટ અને બીજી સુપૌલ અથવા સીતામઢીથી દાવો કરી રહ્યા હતા, પરંતુ શેર કર્યા બાદ તેમની પાર્ટીના ખાતામાં માત્ર 1 સીટ આવી.
સૂત્રોનું માનીએ તો ઉપેન્દ્ર કુશવાહાએ સીટની વહેંચણી પહેલા જ સીટને લઈને ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તેમ છતાં તેમની વાતને નજરઅંદાજ કરવામાં આવી.
એનડીએની બેઠકોની વહેંચણીમાં બિહારની 40 લોકસભા બેઠકોમાંથી ભાજપ 17 બેઠકો પર, JDU 16 બેઠકો પર, LJP (R) 5 બેઠકો પર, HAM 1 પર અને RLM 1 પર ચૂંટણી લડશે.
એનડીએની સીટ વહેંચણી બાદ ભાજપ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. જે આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો મહાગઠબંધનમાંથી રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીને 5 બેઠકો આપવામાં આવી શકે છે. જેમાં હાજીપુર, ખાગરિયા, સમસ્તીપુર, વૈશાલી અને નવાદા લોકસભા સીટનો સમાવેશ થાય છે.
પશુપતિ કુમાર પારસ પોતે હાજીપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ તે બેઠકો છે જ્યાંથી ચિરાગ પાસવાન પોતાની પાર્ટીના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આ બેઠકો પર અવિભાજિત એલજેપીનું વર્ચસ્વ છે, હવે એલજેપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. તેથી પશુપતિ પારસ ચિરાગ પાસવાનની પાર્ટીને હરાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે





Click it and Unblock the Notifications
