શેર બજારને લઇને વડાપ્રધાન મોદીએ આપ્યું મોટું નિવેદન, રેકોર્ડ સ્તરે પહોંચ્યો સેન્સેક્સ-નિફ્ટી

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પાંચ તબક્કાનું મતદાન સંપન્ન થયું છે, અને હવે માત્ર બે તબક્કાનું મતદાન બાકી છે. ચૂંટણીના પરિણામો 4 જૂનના રોજ જાહેર થશે.

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, 4 જૂનના રોજ પરિણામ આવશે, ત્યારે શેરબજાર રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી જશે. આ દરમિયાન આજે નિફ્ટી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. નિફ્ટીએ 22800નો આંકડો પાર કર્યો છે.

નિફ્ટી ઈન્ડેક્સ આજે રેકોર્ડ 22852 પોઈન્ટ્સ પર પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ 74917 પર પહોંચ્યો હતો. તે 75124 પોઈન્ટની તેની રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, એક ઇન્ટરવ્યુ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તમારે 4 જૂનની રાહ જોવી જોઈએ, જે દિવસે ચૂંટણી પંચ મતોની ગણતરી કરશે.

બજારના જાણકારોનું કહેવું છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન છેલ્લા એક સપ્તાહમાં ભારતીય બજારે મિશ્ર પ્રતિભાવો આપ્યા છે, પરંતુ જે રીતે ચૂંટણીના પરિણામોની તારીખ નજીક આવી રહી છે, તે જોતા રોકાણકારોનો માર્કેટમાં વિશ્વાસ સતત વધી રહ્યો છે.

Lok Sabha Election 2024

બેન્કિંગ અને માર્કેટ એક્સપર્ટ અજય બગ્ગાએ જણાવ્યું હતું કે, 14 દિવસ પહેલા માર્કેટ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં માર્કેટમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે.

આજે નિફ્ટી 50માં સૌથી વધુ ઉછાળો અદાણી એન્ટરપ્રાઈઝમાં જોવા મળ્યો હતો. અદાણીના શેરમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

એક્સિસ બેન્ક અને એલએન્ડટીના શેરમાં પણ 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. મિડકેપ સેગમેન્ટની વાત કરીએ, તો RVNLના શેરમાં 8 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, આરએફસીના શેરમાં 7 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

અત્રે નોંધનીય બાબત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે 4 જૂને ચૂંટણી પરિણામ આવશે અને ફરીથી ભાજપની સરકાર બનશે, ત્યારે બજાર રેકોર્ડ સ્તરે પહોંચી જશે. આ પહેલા અમિત શાહે પણ કહ્યું હતું કે 4 જૂને માર્કેટ નવો રેકોર્ડ બનાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X