Lok sabha Election 2024: PM મોદીએ રાજા-મહારાજાઓના અપમાનને લઈને રાહુલ ગાંધીની કરી આકરી ટીકા
Lok sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજા-મહારાજાઓનું અપમાન કરતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીપ્પણીને લઈને આકરી ટીકા કરી હતી.
જાહેર રેલીમાં પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તમે કોંગ્રેસ શહેજાદાની નવી ટિપ્પણી સાંભળી હશે. તેઓ કહે છે કે, ભારતના રાજા અને મહારાજાઓ અત્યાચારી હતા. તેઓ ગરીબ લોકોની જમીન હડપ કરશે. તેઓ તેમની ઈચ્છા મુજબ તેને ઝપ્ત કરી લેશે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શહેજાદાએ છત્રપતિ શિવાજી મહારાજ અને ચિત્તૂરની રાણી જેવા મહાન લોકોનું અપમાન કર્યું છે.
તેમનું સુશાસન અને તેમની દેશભક્તિ આજે પણ લોકોને પ્રેરણા આપે છે. શું શેહઝાદા મૈસુર શાહીના યોગદાનથી વાકેફ છે?
આગળ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાહજાદાની ટિપ્પણી જાણી જોઈને અને તુષ્ટિકરણની રાજનીતિ માટે છે. શાહજાદાએ રાજા-મહારાજાઓની ટીકા કરી હતી, પરંતુ તે નવાબો, નિઝામ, સુલતાન અને બાદશાહ દ્વારા કરવામાં આવેલા અત્યાચારો પર મૌન છે, તેઓ રાજા મહારાજાઓનું અપમાન હંમેશા કરતા રહે છે.

કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી. 100 મંદિરો તૂટી ગયા હતા. શહેઝાદા ઔરંગઝેબના પ્રશંસકો સાથે મિત્રતા કરે છે. તેને યાદ નથી કે, જેમણે આપણા તીર્થસ્થાનોને તોડ્યા, જેમણે ગાયોની હત્યા કરી હતી. ભારતના ભાગલામાં મુખ્ય ભૂમિકા ભજવનારા નવાબોને તેમણે યાદ કર્યા નથી.
PMએ પૂછ્યું હતું કે, શું કોઈ કલ્પના કરી શકે છે કે, શું બનારસના રાજા વિના પણ બનારસ હિંદુ યુનિવર્સિટી શક્ય હતી? અહલ્યાબાઈ હોલકરે આપણાં આસ્થાનાં સ્થળોનું પુનઃ નિર્માણ કર્યું હતું. ગાયકવાડ રાજ્યના બરોડા મહારાજાએ બાબાસાહેબ આંબેડકરને બરોડા બોલાવીને વિદેશ મોકલ્યા હતા.
PM મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાહજાદા વોટ બેંકની રાજનીતિ માટે રાજા મહારાજા વિરુદ્ધ બોલવા માટે તાકાત એકઠા કરે છે, પરંતુ તેઓ નવાબો, બાદશાહો, સુલતાન વિરુદ્ધ બોલી શકતા નથી. આ તુષ્ટિકરણની માનસિકતા હવે દેશવાસીઓ સમક્ષ પ્રગટ થઈ રહી છે, અને આ માનસિકતા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પણ જોવા મળે છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાહજાદાની ટિપ્પણી જાણી જોઈને અને તુષ્ટિકરણની રાજનીતિ માટે છે. શાહજાદાએ રાજા-મહારાજાઓની ટીકા કરી હતી, પરંતુ તે નવાબો, નિઝામ, સુલતાન અને બાદશાહ દ્વારા કરવામાં આવેલા અત્યાચારો પર મૌન છે, જ્યારે તેઓ રાજા મહારાજાઓનું અપમાન કરે છે. કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી.
હજારો મંદિરો તૂટી ગયા હતા. શહેઝાદા ઔરંગઝેબના પ્રશંસકો સાથે મિત્રતા કરે છે. તેને યાદ નથી કે, જેમણે આપણા તીર્થસ્થાનોને તોડ્યા, જેમણે ગાયોની હત્યા કરી હતી. ભારતના ભાગલામાં મુખ્ય ભૂમિકા ભજવનારા નવાબોને તેમણે યાદ કર્યા નથી.
અત્રે નોંધનીય બાબત છે કે, બેલ્લારી ખાતેના તેમના ભાષણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાજા-મહારાજાઓ તેમની ઈચ્છા મુજબ જમીન હડપ કરશે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
