Lok Sabha Election 2024: મોટા શહેરની જનતાને ચૂંટણી પંચે કરી ખાસ અપીલ, પાંચમા ચરણમાં કાલે થશે મતદાન
Lok Sabha Election 2024: પાંચમા ચરણના મતદાનથી પહેલા ચૂંટણી પંચ દ્વારા લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને શહેરમાં વસતા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મુંબઇ, થાણે અને લખનઉ જેવા શહેરોમાં ગત ચૂંટણીમાં ઓછું મતદાન નોંધાયું હતું.
ચૂંટણી પંચનું કહેવું છે કે, બીજા તબક્કામાં પણ અન્ય શહેરોની સરખામણીમાં મેટ્રોપોલિટન શહેરોમાં મતદાન ઓછું થયું હતું. આવી સ્થિતિમાં, ચૂંટણી પંચે મતદાન પહેલા મોટા શહેરોના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને ઓછી મતદાન ટકાવારીનું વલણ બદલવાની ખાસ અપીલ કરી છે.

આટલું મતદાન ચાર તબક્કામાં થયું - ચૂંટણી પંચે શહેરી મતદારોમાં મતદાનની ઉદાસીનતાનો સામનો કરવા માટેની વ્યૂહરચના ઘડવા માટે મેટ્રો શહેરોના કમિશનરો સાથે પણ બેઠક યોજી હતી. અગાઉ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર તબક્કામાં અત્યાર સુધીમાં 66.95 ટકા મતદાન થયું છે. જેમાં લગભગ 45.1 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં કુલ મતદારોની સંખ્યા અંદાજે 97 કરોડ હતી.
પાંચમા તબક્કાનું મતદાન - ચાર તબક્કાના મતદાનમાં અત્યાર સુધીમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 379 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. હવે સોમવારે ચૂંટણીના પાંચમા તબક્કામાં, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થશે.
આ સિવાય સોમવારે ઓડિશાની 35 વિધાનસભા સીટો પર પણ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન, લગભગ 9.47 લાખ મતદાન અધિકારીઓ 94,732 મતદાન મથકો પર તૈનાત રહેશે. કુલ 8.95 કરોડથી વધુ મતદારો છે, જેમાં 4.69 કરોડ પુરૂષ, 4.26 કરોડ મહિલા અને 5409 ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
