Lok Sabha election 2024: લોકતંત્રમાં દરેક વોટ કિંમતી, PM મોદી સહિત મોટા નેતાઓએ કરી મતદાનની અપીલ
Lok Sabha election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ દ્વારા વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સૌથી મોટા લોકતંત્રના સૌથી મોટો ઉત્સવ આજથી શરૂ થઇ રહ્યો છે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ તમામ બેઠકોના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરવામાં આવી છે.
યુવાનોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અપીલ - વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મારા યુવા મિત્રો જે પહેલીવાર વોટ કરવા જઈ રહ્યા છે તેમને મારી ખાસ અપીલ છે કે, તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે. લોકશાહીમાં દરેક મત કિંમતી છે, અને દરેક અવાજ મહત્વપૂર્ણ છે. દરેક વોટ ગણાય છે અને દરેક અવાજ મહત્વ ધરાવે છે.

અમિત શાહે મતદારોને આ અપીલ કરી - ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, આજનો દિવસ મહત્વપૂર્ણ છે. કારણ કે, દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં મતદાન કરનાર તમામ મતદારોને મારી અપીલ છે કે, મોટી સંખ્યામાં મતદાન કરો. કારણ કે, તમારા દરેક મતમાં સુરક્ષિત, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાની શક્તિ છે.
It is an important day today, as the first phase of voting is taking place in the country. I appeal to all the voters who are voting in this phase to vote in large numbers because every vote of yours has the power to create a secure, developed, and self-reliant India. Your vote…
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 19, 2024
અમિત શાહે જણાવ્યું હતું કે, તમારો મત માત્ર કોઈપણ લોકસભા કે ઉમેદવારનું ભાવિ નક્કી કરતું નથી, પરંતુ ભારતના ઉજ્જવળ ભવિષ્યને પણ આકાર આપે છે. મારી અપીલ છે કે, મજબૂત અને નિર્ણાયક નેતૃત્વ પસંદ કરો. આ સાથે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.
રાહુલ ગાંધી-અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓએ મતદાન કરવાની અપીલ કરી - ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ પણ લોકોને વધુમાં વધુ વોટ કરવાની અપીલ કરી છે.
The 2024 Lok Sabha elections commence today! As 102 seats across 21 States and UTs go to the polls, I urge all those voting in these seats to exercise their franchise in record numbers. I particularly call upon the young and first time voters to vote in large numbers. After all,…
— Narendra Modi (@narendramodi) April 19, 2024
અખિલેશ યાદવે મતદારોને જણાવ્યું હતું કે, તેઓ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરે. આ સાથે જ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. તમારો દરેક મત ભારતની લોકશાહી અને આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરવાનો છે. તો બહાર નીકળો અને મતદાન કરો.
आज पहले चरण का मतदान है!
— Rahul Gandhi (@RahulGandhi) April 19, 2024
याद रहे, आपका एक-एक वोट भारत के लोकतंत्र और आने वाली पीढ़ियों का भविष्य तय करने जा रहा है।
इसलिए बाहर निकलिए और पिछले 10 साल में देश की आत्मा को दिए गए ज़ख्मों पर अपने ‘वोट का मरहम’ लगाकर लोकतंत्र को मज़बूत कीजिए।
नफ़रत को हरा कर खोल दीजिए हर कोने… pic.twitter.com/A9lfRb6yh2
-
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
