Lok Sabha Election 2024 : ચોથા તબક્કામાં 5 વાગ્યા સુધી અંદાજીત 62.31 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ બ્રેક
લોકસભા ચૂંટણી માટેના ચોથા તબક્કાનું મતદાન પુર્ણ થઈ ગયુ છે. પશ્ચિમ બંગાળ સહિત ઘણી જગ્યાઓએથી હિંસાના અહેવાલો વચ્ચે મતદાન પુર્ણ થયુ છે.
ચોથા તબક્કાના મતદાનના 5 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે. આ આંકડા અનુસાર, 5 વાગ્યા સુધી 62.31 ટકા મતદાન થયુ છે.

ચોથા તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળે ચૌકાવ્યા છે. અહીં સૌથી વધુ મતદાન નોંધાયુ છે. આંકડા અનુસાર, પશ્ચિમ બંગાળમાં 75.66 ટકા મતદાન નોંધાયુ છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછુ 35.75 ટકા મતદાન નોંધાયુ છે.
કયા રાજ્યમાં કેટલા ટકા મતદાન?
આંધ્ર પ્રદેશ - 68.04
બિહાર - 54.14
જમ્મુ અને કાશ્મીર - 35.75
ઝારખંડ - 63.14
મધ્યપ્રદેશ - 68.01
મહારાષ્ટ્ર - 52.49
ઓડિશા - 62.96 છે
તેલંગાણા - 61.16
ઉત્તર પ્રદેશ - 56.35
પશ્ચિમ બંગાળ - 75.66












Click it and Unblock the Notifications
