Lok Sabha Election 2024 : એકનાથ શિંદેએ 8 ઉમેદવારો જાહેર કર્યા, જાણો કોને ક્યાંથી ટિકીટ?
લોકસભા ચૂંટણી માટે એકનાથ શિંદેની શિવસેનાએ 8 ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમની પાર્ટીએ જીતેલા ઉમેદવારો પર ફરીથી દાવ લગાવ્યો છે.
એકનાથ શિંદેની શિવસેનાએ આઠ લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાં મુંબઈ સાઉથ સેન્ટ્રલથી રાહુલ શેવાળે, કોલ્હાપુરથી સંજય માંડલિકને મેદાને ઉતાર્યા છે.

આ સિવાય શિરડીથી સદાશિવ લોખંડે, બુલઢાણાથી પ્રતાપરાવ જાધવ, હિંગોલીથી હેમંત પાટીલ, રામટેકથી રાજુ પારવે, હાટકનાંગલેથી ધૈર્યશીલ માને અને માવલથી શ્રીરંગ અપ્પા બારણેને ટિકિટ આપી છે.
સીએમ શિંદેના પુત્ર અને કલ્યાણ સીટના વર્તમાન સાંસદ શ્રીકાંત શિંદેનું નામ આ યાદીમાં નથી. આગામી યાદીમાં તેમના નામની જાહેરાત થઈ શકે છે.
ઉમેદવારોની યાદી જાહેર કરતા શિવસેનાએ એક નિવેદન જારી કર્યું કે, આદરણીય શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના આશીર્વાદ અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેના આદેશથી લોકસભા ચૂંટણી 2024 માટે શિવસેના પક્ષના સત્તાવાર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
આઠમાંથી સાત બેઠકો એવી છે કે જેના પર વર્તમાન સાંસદોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. રામટેક સીટ માટે નવા ઉમેદવારને ટિકીટ અપાઈ છે.
માવલ બેઠક પરની છેલ્લી ચૂંટણીમાં શ્રીરંગ બર્નેએ અવિભાજિત NCPના પાર્થ પવારને હરાવ્યા હતા. રાહુલ શેવાળેએ દક્ષિણ મધ્ય મુંબઈ બેઠક પરથી કોંગ્રેસના એકનાથ શિંદેને હરાવ્યા હતા. શેવાળેને 4 લાખથી વધુ મત મળ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
