Lok Sabha Election 2024: અખીલેશ યાદવે આપ્યો PM મોદીના મુજરાવાળા નિવેદનનો જવાબ, આત્મવિશ્વાસ તૂટે છે તો જીભ લપશે
Lok Sabha Election 2024, Akhilesh Yadav: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભાને સંબોધિત કરતી વખતે મુજરા કરવાનું નિવેદન આપ્યું હતું. જ્યારે આ નિવેદન વાયરલ થયું, ત્યારે વિરોધ પક્ષોના નેતાઓએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. તેમણે વડાપ્રધાનના આ નિવેદનની આકરી નિંદા કરી છે.
હવે આ મામલે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું નિવેદન પણ સામે આવ્યું છે.
અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, જ્યારે માણસનો આત્મવિશ્વાસ ડગી જાય છે, ત્યારે તેની જીભ પણ ડગી જાય છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન મોદીમાંવિશ્વાસની કમી છે. આ જ કારણ છે કે, ચૂંટણી પ્રચાર અને જનસભાને સંબોધિત કરતી વખતે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ભાજપના લોકોને ખબર પડી ગઈ છે કે, આ વખતે જનતા તેમને દૂર કરવાની છે, અને ભારતીય જનતા પાર્ટીને લઈને જનતાનો ગુસ્સો ચરમસીમા પર છે.

સાતમા તબક્કાના મતદાનમાં જનતા ભારતીય જનતા પાર્ટીને સાત સમંદર પાર મોકલશે. આ સિવાય અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો અને યુવાનો સાથે દગો કર્યો છે.
અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી દરમિયાન બલિયા જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા. જનસભાને સંબોધિત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે, તેમણે જે કહ્યું તે બધું ખોટું નીકળ્યું, ન તો ખેડૂતોની આવક બમણી થઈ કે ન તો યુવાનોને રોજગારી મળી. ભારતીય જનતા પાર્ટીએ દરેક હદ વટાવી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ઉદ્યોગપતિઓ પાસેથી વસૂલાતની વાત કેમ નથી કરતી.
વડાપ્રધાને શું આપ્યું નિવેદન? - તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધવા બિહારના કરકટ અને પાટલીપુત્ર પહોંચ્યા હતા.
જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ INDIA ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ ગુલામ રહી શકે છે અને પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે મુજરા પણ કરી શકે છે.
"उनके कॉन्फिडेंस में कमी आ रही है, इसलिए इस तरह की भाषा का इस्तेमाल किया जा रहा है। उनको पता है इस बार जनता उनको हटाने जा रही है, हर मौके पर मैंने कहा की जनता का गुस्सा सातवें आसमान पर है।"
— Samajwadi Party (@samajwadiparty) May 26, 2024
- माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी, बलिया pic.twitter.com/eQKjNqiP1s
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
