આફતાબે લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને શબના 35 ટૂકડા કર્યા, 18 દિવસ સુધી જંગલમાં ફેંકતો રહ્યો
દેશની રાજધાની લિવ ઈન પાર્ટનરની હત્યા કરી તેના 35 ટૂકડા કરી દેવાનો સનસનીખેજ હત્યાકાંડ સામે આવ્યો છે.
દેશની રાજધાની લિવ ઈન પાર્ટનરની હત્યા કરી તેના 35 ટૂકડા કરી દેવાનો સનસનીખેજ હત્યાકાંડ સામે આવ્યો છે. યુવકે પોતાની લિવ-ઈન પાર્ટનરના શરીરના ટૂકડા 18 દિવસ સુધી દિલ્લીના અલગ-અલગ વિસ્તારમોમાં ફેંકતો રહ્યો. આ ઘટનાએ દિલ્લી સહિત સમગ્ર દેશનો હચમચાવી દીધો છે. રાજધાની દિલ્લીમાં સામે આવેલી આ નૃશંસ ઘટનામાં દિલ્લી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નરાધમને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે.

લિવ-ઈન પાર્ટનર મર્ડર કેસમાં ઈન્ડિયા ટીવીના રિપોર્ટ મુજબ દિલ્લી પોલીસે જણાવ્યુ કે આરોપીની ઓળખ આફતાબ તરીકે થઈ છે. રિપોર્ટ્સ મુજબ આફતાબે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબનુ કહેવુ છે કે શ્રદ્ધા આફતાબ પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી.
6 મહિના પહેલા થયો હતો ઝઘડો
સૂત્રોના જણાવ્યા મુજબ 18 મેના રોજ આરોપી આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો. લડાઈ દરમિયાન શ્રદ્ધા ચીસો પાડી રહી હતી. જેથી તેને ચૂપ કરાવવા અને પાડોશીઓ શ્રદ્ધાનો અવાજ સાંભળી ન શકે તે માટે આફતાબે શ્રદ્ધાનો ચહેરો દબાવી દીધો. શ્વાસ રૂંધાવાને કારણે શ્રદ્ધાનુ મોત થયુ હતુ.
સ્વાતી માલીવાલે કડકમાં કડક સજાની કરી માંગ
દિલ્લી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આરોપી આફતાબના ફોટો સાથે ટ્વિટ કર્યુ છે. તેમણે આ ઘૃણાસ્પદ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને ક્રૂરતાની હદ વટાવનાર આરોપી આફતાબને કડક સજા કરવાની અપીલ કરી. તેમણે લખ્યુ, 'હ્રદય કંપાવી દેનારી ઘટનામાં દિલ્લીમાં એક યુવતીને તેના બૉયફ્રેન્ડે મારી નાખી અને તેના 35 ટુકડા કરી ફ્રિઝમાં રાખ્યા. તેના મૃતદેહના ટુકડા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકવામાં આવ્યા હતા. સમાજમાં કેવા-કેવા નરાધમો વધી રહ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. નરાધમને કડકમાં કડક સજા થવી જોઈએ.'
જાનલેવા હુમલો કર્યા પછી શબના 35 ટૂકડા કર્યા
ગુસ્સામાં શ્રદ્ધા પર હુમલો કર્યા પછી આફતાબ તેને મૃત જોઈને ગભરાઈ ગયો. ગુનો છુપાવવા માટે તેણે શ્રદ્ધાના શરીરના કરવતથી 35 ટુકડા કરી નાખ્યા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 18 દિવસ સુધી આફતાબ શ્રદ્ધાના મૃતદેહને વારાફરતી દિલ્લીના મહરૌલીના જંગલમાં ફેંકતો રહ્યો.
18 દિવસ સુધી ફ્રીઝમાં રાખ્યા લાશના ટૂકડા
18 દિવસ સુધી શરીરના અંગોને સ્ટોર કરવા માટે એક મોટુ ફ્રીઝ ખરીદ્યુ જેથી દુર્ગંધ ન આવે. ઈન્ડિયા ટીવી ન્યૂઝના અહેવાલ મુજબ, આફતાબ દરરોજ રાત્રે મહેરૌલી જતો હતો અને શ્રદ્ધાના શરીરના અંગોને જંગલમાં ફેંકી દેતો હતો જેથી ત્યાંના પ્રાણીઓ તેને ખાઈ શકે.
ફેસબુક પર ફોટા મૂકતી હતી શ્રદ્ધા
આફતાબ અને શ્રદ્ધા મુંબઈમાં એક જ કૉલ સેન્ટરમાં કામ કરતા હતા, જોકે યુવતીના પરિવારના સભ્યો તેમના આ સંબંધોથી નાખુશ હતા. શ્રદ્ધા અને આફતાબ દિલ્લી આવ્યા બાદ ભાડાના મકાનમાં સાથે રહેવા લાગ્યા હતા. શ્રદ્ધા તેનો ફોટો ફેસબુક પર અપલોડ કરતી હતી જેથી યુવતીના પરિવારજનોને ખબર પડે કે તે ક્યાં છે.
પિતાને શંકા જતા પોલીસ પાસે પહોંચ્યા
જ્યારે શ્રદ્ધાએ થોડા દિવસો સુધી ફેસબુક પર કંઈપણ પોસ્ટ ન કર્યુ ત્યારે તેના પરિવારને શંકા ગઈ. તેના પિતા લગભગ પાંચ મહિના પહેલા દિલ્લી આવ્યા હતા અને જ્યાં તેમની પુત્રી તેના લિવ-ઈન પાર્ટનર સાથે રહેતી હતી ત્યાં ગયા હતા. જો કે, લોકેશન પર પહોંચતા જ શ્રદ્ધાના પિતાને ઘરમાં તાળુ મારેલુ જોવા મળે છે. ત્યારબાદ તેમણે દીકરીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શ્રદ્ધા વારંવાર આરોપીને તેની સાથે લગ્ન કરવાનુ કહેતી હતી અને આ દબાણમાં તેણે તેની હત્યા કરી નાખી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
