Live: ગોવા બીજેબી કાર્યકારિણી બેઠક, વિવાદોમાં મોદી

જોકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે ડોક્ટરે તેમને ક્યાંય જવાની ના પાડી હોવાથી તેમને મેં જ અહીં આવવાની ના કહી છે. જોકે બીજી બાજુ સૂત્રોએ દ્વારા મળતી માહિતી અનુસાર રાજનાથસિંહ આજે લાલકૃષ્ણ આડવાણીની ગેરહાજરીમાં જ નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી માટે મોટી જવાબદારી સોંપે તેવી શક્યતા છે.
3.00 pm : મોદીએ ટ્વિટ કરી પાર્ટીના વરિષ્ટ નેતાઓનો દેશનો અને કાર્યકરોનો આભાર માન્યો હતો. મોદીએ જણાવ્યું કે મને જે કાર્ય સોંપાયું છે તેને જરૂર પૂરુ કરીશ. મોદીએ કહ્યું કોંગ્રેસમૂક્ત ભારત નિર્માણ કરવા કરીશ પ્રયાસ. તેમજ તેમણે જણાવ્યું કે આદરણિય આડવાણીજી સાથે ફોન પર વાત થઇ તેમણે મને આશિર્વાદ આપ્યા, હું તેમના આશીર્વાદ લઇને ખુશ છું. હું સોમવારે તેમને મળવા દિલ્હી જઇશ.
2.30 pm : માનનીય નરેન્દ્ર મોદીજી કુશળ સંચાલક છે, ચૂંટણી મેનેજમેન્ટમાં તેમના જેટલું કોઇ જાણકાર નથી. તેમણે ગુજરાતમાં હેટ્રિક લગાવીને પોતાની કાર્યશીલતા બતાવી દીધી હતી. તેવી જ રીતે તેમને ચૂંટણી પ્રચાર સમિતિનું અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું છે અને તેઓ આમાં પણ સફળ નેતૃત્વ કરશે.
- શિવરાજસિંહ ચૌહાણ, ભાજપ
2.00 pm : સમગ્રદેશમાં મોદી સમર્થકોએ ઉજવણી કરવા લાગ્યા. ગુજરાત, ભોપાલ તેમજ પટનામાં લોકોએ ફટાકડા ફોડી, મીઠાઇ વહેંચીને ઉજવણી કરી હતી.
1.57 pm : બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહે પોતાના ભાષણના અંતે ઔપચારિક જાહેરાત કરતા નરેન્દ્ર મોદીને 2014ની ચૂંટણી માટેની પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. હવે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી કરાવશે બીજેપી. મોદીના નામની જાહેરાત થતા જ મોદી સમર્થકોએ તેમની સાથે હોવાના સૂત્રોચ્ચાર કર્યા.
1.10 pm : સૂત્રો દ્વારા આવી રહેલા સમાચાર અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2014ની લોકસભાની ચૂંટણીમાં પ્રચાર સમિતિના સંયોજક બનાવવામાં આવશે. ઓપચારિક જાહેરાત થવાનું બાકી.
12.30 pm : મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ અને યુપીએની સરકારને હાડેહાથ લીધી. મોદી બાદ અરુણ જેટલીએ સોસિયલ મીડિયા વિષય પર કાર્યકરોને સંબોધ્યા હતા.
12.10 pm : ગોવામાં આજે બીજેપીની કાર્યકારિણીની બેઠકનો છેલ્લો દિવસ છે, જેમાં નરેન્દ્ર મોદીને ઇલેક્શન મેનેજમેન્ટ વિષય પર બોલવાનું કહેવામાં આવ્યું છે. મોદી ભાજપી કાર્યકરોને ચૂંટણી પ્રચાર મેનેજમેન્ટ અંગે પ્રકાશ પાડશે.
12.00 am : શાહનવાજ હુસૈને પત્રકાર પરિષદમાં યુપીએ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે મોદી અંગેના પ્રશ્નમાં જણાવ્યું કે પાર્ટી આજે જ તેમની ભૂમિકા અંગે જાહેરાત કરશે. અને અમારી પાર્ટી કાર્યકર્તાઓ અને દેશના લોકોની અપેક્ષાઓની ઉપેક્ષા નહીં કરે. મોદીના વિરોધમાં કોંગ્રેસ તરફથી આવી રહેલા નિવેદનો અંગે તેમણે જણાવ્યું કે કોંગ્રેસ મોદીથી ભયભીત છે. મોદીફીયર તેમને બોલવા પર મજબૂર કરી રહ્યો છે, કારણ કે મોદીએ ગુજરાતમાં તેમને ઘણી વખત ધૂળ ચટાડી છે. માટે તેમને બોલવા દો.
11.30 am : નરેન્દ્ર મોદી અને આડવાણીના વિવાદોના સમાચોરોની વચ્ચે આડવાણીએ પોતાના ઘરે બેઠાબેઠા પોતાના બ્લોગ પર એક અપડેટ લખ્યું છે. જેમાં તેમણે મહાભારતના ઘણા પ્રસંગો અને પાત્રોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે કૃષ્ણના વિવિધ રૂપ, દ્રોપદી, ધૃતરાષ્ટ્ર, વિશ્વરૂપમ ફિલ્મ, તેમજ હિટલર અને મુસોલિનનું પણ ઉલ્લેખ કર્યો છે.
11.00 am : શાહનવાઝ હુસેને કહ્યું કે પાર્ટીના કાર્યકરો અને દેશની જનતાને અમે નિરાશ નહીં કરીએ. અમે કેટલીક મિનિટો બાદ જાતે પ્રેસ કોન્ફરન્સ કરી સારા સમાચાર આપીશું.
10.40 am : મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાની જાહેરાત આજે થઇ જશે. પરંતુ મોદી સમર્થકોએ એવી પણ રજૂઆત કરી છે કે પ્રધાનમંત્રી ઉમેદવાર અંગે પણ ચર્ચા કરવામાં આવે.
10.35 am : સૂત્રો દ્વારા મળી રહેલી માહીતી અનુસાર આજે રાજનાથસિંહ મોદીને ચૂંટણીની કમાન સોંપી દેશે. અને તેમની ટીમમાં 11 સભ્યો હશે. તેની જાહેરાત રાજનાથસિંહ આજે 2 વાગ્યા સુધી કરી દેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
