Nobel Prize 2019: અભિજીત પહેલા પણ કેટલાય ભારતીયોને મળી ચૂક્યો છે નોબેલ, જાણો
Nobel Prize 2019: અભિજીત પહેલા પણ કેટલાય ભારતીયોને મળી ચૂક્યો છે નોબેલ, જાણો
નવી દિલ્હીઃ ભારતીય અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીને વર્ષ 2019 માટે અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમના સિવાય આ ક્ષેત્રમાં અન્ય બે અર્થશાસ્ત્રી એસ્થર ડુફ્લો (અભિજીત બેનરજીની પત્ની) અને અમેરિકાના માઈકલ ક્રેમરને પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. એવા કેટલાય ભારતીયો છે, જેમને વિવિધ ક્ષેત્રોમાં નોબેલથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. અહીં જાણો આ સમગ્ર હસ્તીઓ વિશે..

રવિન્દ્રનાથ ટાગોર
રવિન્દ્રનાથ ટાગોરને ઈ.સ. 1913માં સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કાર મેળવનાર તેઓ પહેલા ભારતીય વ્યક્તિ હતા. આ સન્માન મેળવનાર તેઓ પહેલા એશિયાઈ પણ હતા. આ ઉપરાંત નોબેલ મેળવનારા પહેલા બિન યૂરોપીય પણ બન્યા હતા.

ચંદ્રશેખર વેંકટરમન
સીવી રમન (ચંદ્રશેખર વેંકટરમન)ને ઈસ 1930માં ભૌતિક ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે પ્રકાશના પ્રકીર્ણન પર કરેલ સંશોધન માટે આ સન્માન મળ્યો હતો.

હરગોવિંદ ખુરાના
ચિકિત્સા ક્ષેત્રે વર્ષ 1968નો નોબેલ પુરસ્કાર ભારતીય મૂળના વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાનાને આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ પંજાબમાં થયો હતો અને તેમણે અમેરિકાની એમઆઈટી ઈન્સ્ટીટ્યૂટથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે બાદ તેઓ અમેરિકામાં વસી ગયા હતા.

મધર ટેરેસા
અલ્બાનિયા મૂળના ભારતીય મધર ટેરેસાને વર્ષ 1979માં શાંતિ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 1950માં તેમણે મિશનરી ઑફ કોલકાતાની સ્થાપના કરી હતી અને આના દ્વારા તેમણે માનવ કલ્યાણ માટે પણ કામ કર્યું હતું. જેને પગલે તેમને શાંતિ ક્ષેત્રે આ પુરસ્કાર મળ્યો.

સુબ્રમણ્યમ ચંદ્રશેખર
ભૌતિક ક્ષેત્રે વર્ષ 1983ના નોબેલ સન્માન માટે સુબ્રમણ્યમ ચંદ્રશેખરને ચૂંટવામાં આવ્યા હતા. તેમણે ચેન્નઈની પ્રેસિડેન્સી કોલેજથી શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ અમેરિકા સ્થળાંતરિત થઈ ગયા હતા. બાદમાં અહીં તેમણે ખગોળ ભૌતિક શાસ્ત્ર અને સૌરમંડળ સાથે સંબંધિત વિષયો પર કેટલાંય પુસ્તકો લખ્યાં હતાં.

અમર્ત્ય સેન
અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર અમર્ત્યસેન પહેલા એશિયાઈ છે. વર્ષ 1998માં તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે લોક કલ્યાણકારી અર્થશાસ્ત્રની અવધારણાનું પ્રતિપાદન કર્યું હતું. સાથે જ ગરીબી અને ભુખમરા જેવા વિષયો પર પણ વિસ્તૃત લખ્યું હતું.

વીએસ નાયપૉલ
ભારતીય મૂળના લેખલ વીએસ નાયપૉલને સાહિત્યના ક્ષેત્રમાં વર્ષ 2001માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના ઉપન્યાસમાં પણ ભારતને ઘણું મહત્વ આપ્યું હતું.

વેંકટ રામાકૃષ્ણન
ભારતીય અમેરિકી વૈાનિક વેંકટ રામાકૃષ્ણનને રસાયણ વિાન ક્ષેત્રે વર્ષ 2009માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમને રાઈબોસોમની સંરચના અને કાર્યપ્રણાલી પર અધ્યયન બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

કૈલાશ સત્યાર્થી
સમાજ સેવક કૈલાશ સત્યાર્થીને વર્ષ 2014માં શાંતિના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને બાળકોના કલ્યાણ માટે કરેલ કામો બદલ આ પુરસ્કાર મળ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
