હૈદરાબાદના 8 સિંહ બાદ જયપુર પ્રાણી સંગ્રહાલયના સિંહ કોરોના પોઝિટિવ
હૈદરાબાદના 8 સિંહ બાદ જયપુર પ્રાણી સંગ્રહાલયના સિંહ કોરોના પોઝિટિવ
માણસોને પરેશાન કર્યા બાદ હવે કોરોનાવાયરસને જાનવરોને પણ બક્ષ્યા નથી. જયપુર પ્રાણી સંગ્રહાલયમાં રહેતા ત્રિપુર નામના સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાનના અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે. સિંહમાં વાયરસનો SARS-CoV-2 મળ્યો છે. ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાનના સંયુક્ત ડાયરેક્ટર કેપી સિંહે કહ્યું કે જયપુરના પ્રાણી સંગ્રહાલયનો એક સફેદ સિંહ સહિત 2 સિંહ બીમાર હતા જે બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો.

તેમણે કહ્યું કે જયપુરથી 3 સિંહ, 3 ચીત્તા અને 1 પેન્થર સહિત કુલ 13 જાનવરોના સેમ્પલ લેવામાં આવ્યાં છે. તેમણે આગળ કહ્યું કે પંજાબના છતબીર પ્રાણી સંગ્રહાલયથી 3 ચીત્તા, 1 જંગલી બિલાડી અને 1 કાળા હરણના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ ઉપરાંત બરેલીથી પણ એક કાળાં હરણના સેમ્પલ લેવામાં આવ્યા. આ તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
કેપી સિંહે આશંકા જતાવી કે જે લોકો આ જાનવરોની દેખભાળ કરે ચે અને જેમનામાં કોરોનાના લક્ષણો જણાતા નથી એવા લોકોના કારણે આ જાનવરોમાં કોરોના ફેલાયો હોવાની સંભાવના છે. જ્યારે 4 મેના રોજ સીએસઆઈઆર-સેલુલર અને આણ્વિક જીવવિજ્ઞાન કેન્દ્રએ કહ્યું હતું કે હૈદરાબાદ પ્રાણી સંગ્રહાલયમાં આઠ એશિયા સિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
