અદાણીના શેર ખરીદવા મુદ્દે LIC એ સરકારને ખુલાસો આપ્યો, જાણો શું કહ્યું?
આ મુદ્દે સરકારે સંસદમાં જણાવ્યુ છે કે, વીમા કંપની LIC એ કહ્યું છે કે તે રોકાણ કરતી વખતે તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે.
નવી દિલ્હી : અદાણીના કથિત કૌભાંડને લઈને ભારતની બેંકો અને સરકારી સંસ્થાઓ પર પણ ખતરો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, ભારતની અગ્રણી વીમા કંપની એલઆઈસીએ પણ અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કર્યુ હોવાની વાત છે. હવે આ મુદ્દે એલઆઈસીએ સરકારને ખુલાસો કર્યો છે.

આ મુદ્દે સરકારે સંસદમાં જણાવ્યુ છે કે, વીમા કંપની LIC એ કહ્યું છે કે તે રોકાણ કરતી વખતે તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણને લઇને સતત પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે સરકાર પણ સવાલોના ઘેરામાં છે.
આ મુદ્દે રાજ્યસભામાં ભાજપ સાંસદ સુશીલ કુમાર મોદી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડેએ જવાબ આપ્યો અને જણાવ્યુ કે, એલઆઈસીએ જાણ કરી છે કે તેના તમામ રોકાણો વીમા અધિનિયમ 1938 અને IRDAI રોકાણ અધિનિયમ 2016 ના વૈધાનિક માળખાનું પાલન કરે છે. LIC એ પણ સ્પષ્ટ કર્યું કે, તેના રોકાણો સંબંધિત મોટાભાગની માહિતી પહેલાથી જ સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે.
આ પહેલા 30 જાન્યુઆરીએ LIC એ અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ મુદ્દે સ્પષ્ટતા કરતા એક નિવેદન જારી કર્યુ હતું. આ નિવેદનમાં જણાવ્યુ કે, છેલ્લા ઘણા વર્ષોમાં તેણે અદાણી ગ્રૂપની કંપનીઓમાં 30,129 કરોડના શેર ખરીદ્યા છે. આની બજાર કિંમત 27 જાન્યુઆરી 2023ના બંધ ભાવના આધારે 56,142 કરોડ છે. LIC અનુસાર, અદાણી જૂથની કંપનીઓમાં 31 ડિસેમ્બર 2022 સુધી શેર અને દેવું સહિત તેના રોકાણનું કુલ મૂલ્ય 35917.31 કરોડ હતું. અને અત્યાર સુધીમાં અદાણી જૂથમાં LICનું કુલ રોકાણ 36,474.78 કરોડ છે.
LICએ આગળ જણાવ્યું કે, અદાણી ગ્રૂપ પાસે તેની કુલ એસેટ અંડર મેનેજમેન્ટની બુક વેલ્યુના માત્ર 0.975 ટકા છે. LICની કુલ સંપત્તિ અંડર મેનેજમેન્ટ 41.66 લાખ કરોડ રૂપિયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
