આતંકીની ધમકી, પીએમ મોદીની થશે હત્યા, ભારત પર ઈસ્લામનો ઝંડો લહેરાશે
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં એક રેલી કરીને જમાત-ઉદ-દાવા (જેયુડી) એ મુસલમાનોને અપીલ કરી છે કે તે રમજાન માસમાં જેહાદ કરે...
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં એક રેલી કરીને જમાત-ઉદ-દાવા (જેયુડી) એ મુસલમાનોને અપીલ કરી છે કે તે રમજાન માસમાં જેહાદ કરે. એટલુ જ નહિ જેયુડીના એક સભ્યએ બેફામ રીતે ધમકી આપતા કહ્યુ છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરી દેવામાં આવશે. જેયુડી, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક ભાગ છે. મુંબઈ આતંકી હુમલા બાદ જ્યારે અમેરિકાએ લશ્કર પર પ્રતિબંધ લગાવી દીધો હતો ત્યારે તેણે જેયુડીના નામ પર ચેરીટી ઓર્ગેનાઈઝેશન શરૂ કરી હતી પરંતુ તેનો મુખ્ય હેતુ તો આતંકવાદને આગળ વધારવાનો જ હતો.

ભારત અને ઈઝરાયેલના થશે ટુકડા
જેયુડીના સભ્ય મૌલાના બશીર અહેમદ ખાકીએ શુક્રવારે પીઓકેના પુંછ જિલ્લાના રાવલકોટમાં આ વાત કહી. મૌલાના બશીરે પોતાને લશ્કરના પ્રમુખ હાફિઝ સઈદનો દૂત ગણાવ્યો. તેણે પીઓકેમાંથી ધમકી આપી અને કહ્યુ, "ભારતના પ્રધાનમંત્રી મોદીને મારી નાખવામાં આવશે અને ઈસ્લામનો ઝંડો ભારત અને અમેરિકામાં લહેરાશે." વળી, બશીરે કહ્યુ કે ભારત અને અમેરિકા નાના-નાના ટુકડામાં વહેંચાઈ જશે કારણકે અહીંથી વધુમા વધુ શહીદ નીકળશે.

રમજાનને ગણાવ્યો જેહાદનો સમય
બશીરે જુમ્માની નમાજ બાદ અહીં આવેલા લોકોને કહ્યુ, "રમજાન જેહાદ-ઉ-કત્લ એટલે કે જેહાદ અને હત્યાનો પવિત્ર મહિનો હોય છે. જેમને જેહાદ કરતાં શહાદત મળે છે તેમના માટે જન્નતના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. તેણે અહીં એમ પણ કહ્યુ કે જેયુડીના આતંકી કાશ્મીરમાં જેહાદને આગળ વધારી રહ્યા છે અને ભારતની સેનાઓ સાથે લડી રહ્યા છે. તેમના જેહાદનો હેતુ કાશ્મીરની આઝાદી અને ભારતની તબાહી માટેનો છે." વળી, તેણે અહીં કાફિરો માટે જેહાદ શરૂ કરવાની વાત કહી. લશ્કર, કાશ્મીર ઘાટીમાં આતંકીઓ મોકલીને તબાહી મચાવવામાં સતત કાર્યરત છે.

પુત્રોને કાશ્મીરમાં જેહાદ માટે મોકલો
મૌલાના બશીરે પીઓકેના લોકોને કહ્યુ કે તે પોતાના પુત્રોને જેહાદ માટે મોકલે. તેણે કહ્યુ કે રમજાન મહિનામાં લોકોએ જેયુડી અને જેહાદના મુજાહિદ્દીનોને ઘઉં, અનાજ અને કેશ આપવા જોઈએ. એટલુ જ નહિ તેણે મહિલાઓને પણ કહ્યુ કે કાશ્મીરમાં જેહાદ માટે તે પોતાના પુત્રોને મોકલે અને કાશ્મીરમાં જેહાદ કરી રહેલા મુજાહિદ્દીનો માટે કેશ આપે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
